________________
ધ્યાનદીપિકા
[ ૩૦૭ ] છે અને શ્રુતજ્ઞાનથી સિદ્ધિ આદિઓના વિપાક-ભાવિ પરિણામે-જાણવામાં હોય તો તેવી દુઃખદાયક લાલચમાં ફસાતાં અટકી શકાય છે, માટે શ્રુતજ્ઞાનનો સારો પરિચય તાનીએ કરે એગ્ય છે.
૧૦. સંઘયણ–શરીરની દઢતા કે મજબૂતતા સિવાય ધ્યાન પાર પડતું નથી. ધ્યાન કરવાવાળાને શરીરનો મોટો આધાર છે. શરીર નબળું પડયું કે મન નબળું પડવાનું જ સ્થિરતા ચાલી જવાની જ, આળસ અને પ્રમાદ વગર તેડ્યાં આવવાનાં જ. એટલા માટે શરીર નીરોગી અને મજબૂત હોવું જોઈએ. શરીરની નબળાઈને લીધે જામેલું ધ્યાન પણ છોડી દેવું પડે છે, અથવા હદ ઉપરાંત શ્રમ લાગવાથી શરીર વહેલું ખપી જાય છે. અથવા લથડી પડે છે વજ. રિષભ નારાજી સંઘયણવાળાને મોક્ષ થાય એમ શાસ્ત્રમાં કહેલું છે તે વિચારપૂર્વક કહેવું છે. એવી મજબૂતાઈ વિનાનાં શરીરે લાંબા વખતના ધ્યાનમાં તદ્દન નિરુપયોગી થઈ લાચાર થઈ પડે છે.
૧૧. ધીર—ધર્યવાન મનુષ્ય સહેલાઈથી ધ્યાન સિદ્ધ કરે છે. હું કરીશ જ, પાર પામીશ જ, ગમે તેમ થાય પણ આત્મલાભ થયા વિના પાછો નહિ જ હઠું, આવી ધીરજવાળો, આ ઉત્સાહી માણસ કાર્ય સિદ્ધ કરે છે, એક વાર ફતેહમંદ ન થયો તો બીજી વાર, ત્રીજીવાર, ચોથી વાર પણ ધીરજવાન મનુષ્ય પાછો ન હઠતાં આખરે વિજય મેળવે છે.
૧૨. સર્વ જીવોને પાલક-પૃથવી, પાણી, અગ્નિ, વાયુ, વનપતિ, ત્રસ (મેટા સર્વ જીવ) આ છ જવનિકાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org