________________
પાનદીપિકા
[ ૩૧૫ ]
છે. પરિગ્રહ એટલે વસ્તુઓ ઉપર આસક્તિ. આ આસક્તિ કે મમતા જીવને બંધનમાં જોડનાર છે. મન તે તે વસ્તુમાં ભમ્યા કરે છે. તે તે વસ્તુના વિચારો કરી વિક્ષેપ પામે છે. તે ઈષ્ટ વસ્તુને નાશ થવાથી દુઃખી થાય છે. તેને ઉપાર્જન કરવામાં કલેશ સહન કરવો પડે છે. ઉપાર્જન કરેલાના રક્ષણ માટે અનેક વિકલપો કરવા પડે છે. વ્યવહારદશામાં ધનધાન્યાદિ પરિગ્રહ ઉપગી છે પણ ત્યાગમાર્ગમાં અને વિશેષે કરી ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરનાર માટે તો આ પરિ ગ્રહ દુઃખરૂપ છે; ધ્યાનને વિઘાત કરનાર છે. માટે પરિહરહિત મનુષ્ય ધ્યાનને છે એમ જે કહ્યું છે તે ગ્ય જ છે.
૨૪. નિમમ-મમત્વરહિત થવું તે ધ્યાનમાર્ગની યેગ્યતા વધારનાર છે. કઈ પણ વસ્તુ ઉપર મારાપણાને આગ્રહ બંધાવે તે મમત્વ છે. આ વસ્તુ મારી છે, હું તેને માલિક છું-આ મમત્વ અહંકારને પોષણ આપે છે. અહંકાર સંસારમાર્ગનું બીજ છે. અહંકાર હોય તે જ સંસાર હાય, અને અહંકારને નાશ થાય તે, જન્મમરણાદિથી થતા દુઃખરૂપ સંસારની નિવૃત્તિ થાય, હું અને મારું એ મોહરાયના ગુપ્ત મંત્ર છે. હું એ શબ્દથી સૂચિત જે પુદ્ગલિક સર્વ પદાર્થો તે મારા નથી. આ હું તે હું નથી અને આ મારા તે મારા નથી, એ સિવાયની જે સ્થિતિ પાછળ રહે છે તે આત્મસ્થિતિ છે. એ મેળવવા માટે અહં. ભાવને નાશ સાધવે તે નિમંમતા છે. અથવા તે આત્મ ધ્યાનની ગ્યતા મેળવવા માટે નિર્મમર્પણની ભાવના દઢ કરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org