________________
[ ૨૭૮ ].
ધ્યાનદીપિકા
કેવળ જ્ઞાનીઓ મોક્ષે જવાના વખત પહેલાં અંતર મુહૂર્ત કાલ રહે ત્યારે શુકલધ્યાનના ત્રીજા ચેથા ભેદની (પયાની) શરૂઆત કરે છે. તેઓ પ્રથમ મ ગને નિગ્રહ કરે છે, પછી વચનયોગનો નિગ્રહ કરે છે અને પછી સૂક્ષ્મ કાયયોગનો નિગ્રહ કરે છે, આ નિયમ શુકુલધ્યાનવાળા કેવળજ્ઞાનીઓ માટે જ છે. ધર્મધ્યાન કરવાવાળાને આ નિયમ લાગુ પડતા નથી. તેઓ તો જેમ અનુકૂળતા પડે, જેમ સરળતા થાય. જેમ વિક્ષેપ શાંત થાય તેમ ગમે તે જાતને અનુકમ લે છે. ધર્મધ્યાનમાં મનાદિનો સર્વથા નિગ્રહ થત નથી, પણ એક પ્રવાહ કેઈ એક ઉત્તમ આલંબનમાં-ધ્યેયમાં ચલાવે છે. કોઈ વખતે મનાદિકને નિધિ (ઉપશમ) કરે છે. આ નિધિમાંથી પાછું વ્યસ્થાન દશામાં એટલે મનાદિની જાગૃતિમાં-મનની વિચાર આદિ પ્રવૃત્તિમાં આવવાનું ચાલુ
| સર્વથા નિગ્રહ થવા પછી પાછું વ્યુત્થાન થતું જ નથી. તેઓને તે આ દેહાદિમાંથી સદાને માટે છૂટા થવાનું જ રહે છે. એટલે મનાદિના નિગ્રહને કમ શુકલ ધ્યાનમાં જ છે. ધર્મધ્યાન માટે તે અનુકૂળતા પ્રમાણે વિચારો કર વાથી કે મનાદિનો રોલ કરવાથી સ્વાશ્યપણું-નિશ્ચલપણું પમાય, તે તે તે વખતે ઉપયોગ કરવાનું છે.
આ જ બાબત અન્ય સ્થળે કહ્યું છે કે :झ्झाणपडिवत्तिकमो होइ मणोजोगनिग्गहादीउ । भवकाले केवलिणो सेसतस्स जहा समाहीए ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org