________________
[ ર૭૬ ]
ધ્યાનદીપિકા
યેગી બાબતોને વિચાર કરે. નિરુપયોગી અથવા આત્મલાભમાં વિદનભૂત વિચારોને હઠાવી ઉપયોગી બાબતેની મન ઉપર મજબૂત અસર કરવી તે વિચારણા છે. નિર્જરાને માટે તથા પિતાને તે બાબતનો મજબૂત સંસ્કાર પડે તે માટે અન્ય મનુષ્યોને તે બાબતનો ઉપદેશ આપ. અથવા આપસમાં ધર્મકથા કરવી એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કહે. વાય છે. તથા આત્મસ્વરૂપનું વિસ્મરણ ન થાય-જાગૃતિમાં વધારે થાય-સ્વરૂપનું સ્મરણ બન્યું રહે-તેવી ઉગી ક્રિયાઓ કરવી, જેથી વિશુદ્ધિ વિશેષ પ્રકારે બની રહે અથવા વૃદ્ધિ પામે તે સર્વ ધર્મ અનુષ્ઠાન, ધર્મધ્યાનમાં આ બનભૂત કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – आलंघणाइ वायणपुछाछणपरियट्टणाण चिंताओ । सामाइयाइयाई सद्धम्मा वस्सयाई च ॥ १ ॥
વાચના, પ્રશ્ન કરવા, સૂત્રાદિ પરાવર્તન કરવાં (ગણવા), ચિંતન કરવું, તથા સામાયિક અને આવશ્યકાદિ ઉત્તમ ધર્મ ધ્યાનનાં આલંબનો છે.
આલંબન લેવાનું કારણ બતાવે છે. विसमंमि समारोहइ, दबदवालंधणे जहा पुरिसो। सुत्ताइकयालंबो, तह झ्झाणवरं समारुहइ ॥ २ ॥
જેમ દઢ આલ બન પકડનાર પુરુષ વિષમ સ્થાન ઉપર પણ ચડી જાય છે, તેમ સૂત્રાદિનું આલંબન પકડનાર-લેનાર ઉત્તમ ધ્યાનમાં આરૂઢ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org