________________
યાદીપિકા
[ ૨૫૩ ]
સંપત્તિ, શારીરિક બળ, મનોબળ, વચનબળ, જ્ઞાનબળ જાહેર હિમ્મત, ઈત્યાદિ શક્તિઓને વિકાસ પામવાને વખત મળે છે. મળેલી શક્તિઓનો ઉપયોગ કરવાનું સાધન-પાત્ર આપણને મળી આવે છે અને કરાયેલા પરોપકાર દ્વારા અંતઃકરણ પવિત્ર થાય છે. વળી સામા પાત્રોને જેટલા આપણે સુધારીએ છીએ તેટલા આપણે સુધરીએ છીએ અને તેના પ્રમાણમાં આપણને સુધારનાર મહાત્માઓને સમાગમ થાય છે. આપણા હદયની પવિત્રતાને પ્રમાણમાં આપણે સુધરી શકીએ છીએ, એટલે કરુણા કરવી તેમાં ખરી રીતે તપાસીએ તે આપણે જ પહેલે સ્વાર્થ છે.
| મેદભાવના जिनधर्मजुषां ज्ञानचक्षुषां च तपस्विनाम् । निःकषायजिताक्षाणां गुणे मोदः प्रमोदता ॥११०॥ જિન ધર્મવાળા, જ્ઞાન ચક્ષુવાળા, તપશ્ચર્યા કરનારા, કષાય વિનાના, ઇન્દ્રિયને જય કરનારાના ગુણોને વિષે આનંદ પામ-તેની અનુમોદના કરવી તે પ્રમોદભાવના છે.
ભાવાર્થ–ગુણવાન ના ગુણની અનુમોદના કરવી, તે ગુણોને લીધે તેના ઉપર પ્રેમભાવ ધારણ કરે, ગુણને પક્ષપાત રાખે, અન્યમાં સદગુણ જોઈને ખુશી થવું, લેકેની આગળ અન્યના ગુણોની તારીફ કરવી-પ્રશંસા કરવી, ઈત્યાદિને પ્રમોદભાવના કહે છે.
વિચાર કરતાં તમને માલુમ પડશે કે કઈમાં કોઈને કઈ પણ ગુણ તે હોય છે જ. સર્વગુણ તે વીતરાગ દેવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org