________________
ધ્યાનદીપિકા
[ ૨૬૧ ] ભાવનાઓની જરૂરિયાત વિષે ગ્રંથાંતરમાં કહ્યું છે કે
पुवकय भासो भावणाहिं झाणस्स जग्गयमुवेइ । ताओ य नाणदंसणचरित्तवेरग्गजणियाओ ॥१॥
ધ્યાન કર્યા પહેલાં આ ભાવનાઓનો આદર કરવારૂપ અભ્યાસ કરવે; તેથી આ ધર્મધ્યાન અને ગુલધ્યાન કરવાની યેગ્યતા પ્રાપ્ત થાય છે. તે ભાવનાઓ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્યરૂપ છે. તેથી તે જ્ઞાનાદિની ઉત્પત્તિપ્રાપ્તિ થાય છે.
જ્ઞાનાદિ ચાર ભાવનાનું સ્વરૂપ પહેલા કહેવાઈ ગયું છે તથાપિ આ પ્રસંગે ફરી તેને યાદ કરવામાં આવી છે તે તેનું સ્વરૂપ ગ્રંથાંતરથી સંક્ષેપમાં બતાવે છે.
જ્ઞાનભાવના नाणे निच्चम्भासो कुणइ मणोधारणं विशुद्धं च । नाणगुणमुणियसारो इझाइज्जसु निच्चलमईओ ॥२॥ શ્રુત જ્ઞાનને નિરંતર અભ્યાસ કરે, તે અભ્યાસ અંતઃકરણના અશુભ વ્યાપારનો નિરોધ કરી, ચિત્તને શુદ્ધ બનાવે છે. જ્ઞાન ગુણ વડે કરીને, જીવાજીવ આદિ વિશ્વના તત્વનો કે પિતાને કર્તવ્યનો સાર જાણીને, પરમાર્થને સમજીને, બુદ્ધિને નિશ્ચલ કરી જ્ઞાનથી અન્ય રીતે પ્રવૃત્તિ ન થાય તેવી રીતે બુદ્ધિને નિશ્ચળ કરી, પછી ધ્યાન કરે-આત્માદિનું ચિંતન કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org