________________
[ ર૬૦ ]
ધ્યાનદીપિકા
આ ઠેકાણે એટલી વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ગૃહસ્થ ગૃહસ્થને લાયક ઉપેક્ષા કરવી અને ત્યાગીઓએ ત્યાગપણને લાયકની ઉપેક્ષા કરવી. તે સિવાય વિપરીત ઉપેક્ષા કરવામાં આવતાં અનર્થ થવાનો સંભવ છે, જેમ કે ગૃહસ્થના ઘરમાં કોઈએ પ્રવેશ કર્યો છે સાધુની માફક ઉપેક્ષા કરશે તે તેને દુનિયામાંથી–વ્યવહારમાંથી નાશ થશે.
વળી ઘરની સ્ત્રી, પુત્ર, પુત્રી કે પુત્રવધૂ આદિ કેઈ અવળે રસ્તે ચાલતાં હોય તે તેમને શિખામણ આપવામાં તે શિક્ષા કરવામાં ઉપેક્ષા કરવામાં આવે તો અવશ્ય તેઓને ઉન્માર્ગે ચડાવવામાં ઊલટો ઘરને માલિક મદદગાર કે કારણભૂત થાય છે.
તેવી ઉપેક્ષાથી ગૃહસ્થાશ્રમને અને પોતાની ફરજેને નાશ થાય છે. સાથે ધર્મને પણ નાશ થાય. આ ઠેકાણે તેઓને સન્માર્ગે ચલાવવા માટે સારી શિખામણ આપવી તે છતાં ન માને તે કઠિન શિક્ષા પણ કરવી,
આવી જ રીતે ધમની, દેવની કે ગુરુની નિંદા કરનાર આશાતના કરનારની પણ ઉપેક્ષા ન કરવી. તેની આવી ઉપક્ષાનો લાભ લઈ એક વખત એ પણ આવી લાગશે કે તે ધર્મને દુનિયામાંથી નાશ થશે. માટે જ કહેવામાં આવ્યું છે કે પિતાની ભૂમિકાને ઓળખી, જયાં જેવી અને જેટલી જરૂરિયાત હોય, ત્યાં તેવી અને તેટલી ઉપેક્ષા કરવી અને
જ્યાં તે માટે બીજા પ્રતીકાર ઉપાય કરવા યોગ્ય હોય ત્યાં તેવા ઉપાય જવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org