________________
ધ્યાનદીપિકા
[ ૨૫૯ ]
જન મળે તે માટે અમુક સંગોમાં તેવા રાગના કારણભૂત મનુષ્યની ઉપેક્ષા કરવી પડે છે. મનુષ્યના એકબીજા સાથે દેખીતા સ્વાર્થ રહેલા હોવાથી આ ઉપેક્ષાથી અમુક મનુષ્યને ઓછું આવે છે. દુઃખ લાગે છે. તથાપિ ભાવિ પરિણામ બનેના લાભમાં આવવાનું હોય તો આ ઉપેક્ષા કરવી તે પણ ચગ્ય છે. આ ઉપેક્ષા કરવાને પ્રસંગ ત્યારે જ અમલમાં મૂકવાનો છે કે સામા મનુષ્યને સુધારી શકવાનું પોતામાં બળ ન હોય અને તેને સુધારવા જતાં પિતાને અભિમાન કે રાગદ્વેષની પરિણતિ થવાનો સંભવ હોય, વળી ઉપરની ત્રણ ભાવનાઓમાંથી એક પણ લાગુ થતી ન હોય તો પછી ચેથી ભાવના અમલમાં મૂકવી. આ મધ્યસ્થ ભાવનાથી રાગહેષનાં કારણે ઓછાં થઈ જાય છે.
આત્મસ્વરૂપમાં આગળ વધેલા કે વધવાને પ્રયત્ન કરતાં મનુષ્યોએ આ ભાવનાના બળથી મલિન–વાથી વાસનાઓને એકદમ નાશ કરવા માટે સર્વ ઈચ્છાઓની ઉપેક્ષા કરવી પ્રારબ્ધગે જે પ્રાપ્ત થાય તેમાં મધ્યસ્થપણું રાખી-રાગવૈષ વિના તેને ઉપભોગ કરી, નહિ થાપ કે નહિ ઉથાપ તેવી રીતે સમભાવમાં રહેવાનો પ્રયત્ન રાખો. આ સર્વ જાતની ઉપેક્ષામાં આત્મસ્વરૂપ પ્રગટ થાય છે, કેમ કે જ્યાં સુધી સારી કે બેટી લાગણીઓ છે ત્યાં સુધી શુભ કે અશુભ બંધન છે. તે સર્વ લાગણીઓની ઉપેક્ષા કરવી. તે આત્મસ્વરૂપમાં રહેવા-સ્થિરતા કરવા બરોબર છે તેમ જાણી જે અવસરે જે જાતની ઉપેક્ષા–મધ્યસ્થતા ઉપગી જણાય તે અવસરે તે જાતની મધ્યસ્થતાનો આશ્રય કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org