________________
[ ર૭૨ ]
ધ્યાનદીપિકા સમાધાન હેય (ગેનું સ્વસ્થપણું હેય વિક્ષેપ ન હોય) તે ધ્યાન કરવાનો કાળ જાણ. દિવસાદિકનો નિયમ નથી.
ભાવાર્થ ધ્યાન કરવાને સમય અમુક જ હોય એટલે રાત્રિએ જ ધ્યાન કરવું, ત્રણ સંધ્યાના વખતમાં કરવું, દિવસે ન કરવું, ઈત્યાદિ કાંઈ નિયમ જ નથી. પણ જયારે શરીર સ્વસ્થ-સારું હોય, મનમાં કઈ પણ જાતને વિક્ષેપ કે ચિંતા ન હોય તેવા વખતે ધ્યાન કરવા બેસવું. પછી તે દિવસ હોય, કે રાત્રી હોય, પહેલો પહોર હોય કે છેલ્લે પહોર હોય તેને કાંઈ નિયમ જ નથી, મનમાં વિચાર થયે કે અત્યારે ધ્યાન કરું તે ઠીક, તે તરત જ ધ્યાન કરવા બેસી જવું. આથી એ નિર્ણય થાય છે કે જ્યારે મનમાં કાંઈક ચિતા હોય કે વિક્ષેપના કારણો આવ્યાં હોય કે આવવાનાં હોય તે વખતે ધ્યાન કરવાના નિષેધવાળ સમજ બાકીના સર્વ વખતે ધ્યાન કરવું.
ધ્યાનશતકમાં કહ્યું છે કે – कालो वि सोच्चिय जहिं जोगसमाहाणमुत्तम लहइ न उ दिवसनिसावेलादिनियमणं इझाइओ गणियं ॥३॥
ધ્યાનને લાયક પણ તે જ કાલ ઉચિત છે કે જે કાલમાં, મન, વચન, કાયાના ગોનું ઉત્તમ સ્વસ્થપણું પામીએ; પણ દિવસ, રાત્રી, વેલા, મુહૂર્તાદિ, આદિ શબ્દથી આગલો પહોર, પાછલે પહેર, ઈત્યાદિને નિયમ ધ્યાન કરવાવાળાને તીર્થકર ગણુધરાદિકેએ કહ્યો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org