________________
[ ૧૩૪ ]
ધ્યાનદીપિકા
ચિતન્યને વિવેક કરી, આત્મજ્ઞાન વડે પુદ્ગલની વાસનાને ઈરછાને બાધ સાધ્ય કર્યો છે. આથી ફલિતાર્થ એ થયો કે જેનું અંતઃકરણ શુદ્ધ છે, તેને રેચક, કુંભક, આદિ પ્રાણા યામેની જરૂર નથી.
પ્રત્યાહાર ૫ इंद्रियार्थनिरोधो यः स प्रत्याहार उच्यते । प्रत्याहारं विधायाथ धारणा क्रियते बुधैः ॥१०२॥
ઇદ્રિના વિષયને નિરોધ કરે તેને પ્રત્યાહાર કહીએ છીએ. પ્રત્યાહાર કર્યા પછી વિદ્વાને ધારણ કરે છે.
ભાવાર્થ –ધ્યાનને મુખ્ય આધાર મન ઉપર છે. મત જુદા જુદા વિષયમાં વિખરાયેલું હોય તે તેનું બળ એક પ્રવાહમાં મજબૂત રહેતું નથી. મનને ઈદ્રિયે રાક પૂરે પાડે છે. આંખ દેખવાના પદાર્થો મન આગળ રજૂ કરે છે. નાક સૂંઘવાના પદાર્થો તરફ મનનું ધ્યાન ખેંચે છે. જીભ સ્વાદના પદાર્થોનું ભેટશું મનને કરે છે. કાન સાંભળવાના શબ્દો તરફ મનને ચંચળ કરે છે. અને સ્પર્શ ઈદ્રિય વિવિધ પ્રકારના સ્પર્શે તરફ મનને લલચાવે છે. ઇદ્રિ પાંચ છે. જાદા જુદા દરવાજાથી તે તે પદાર્થોની તરફ ઇંદ્રિયે મનનું ધ્યાન ખેંચે છે. જેમાં એક પુરુષને પાંચ સ્ત્રીઓ હોય અને તે સર્વે પિતાના પતિનું ધ્યાન પિતા તરફ ખેંચવા માટે પિતાથી બનતું કરે છે. સારામાં સારા પદાર્થો ભેટ કરીને પતિનું મન રંજન કરે છે, પતિનું મન ખુશ કરવા માટે તેને સારુ વિવિધ પ્રકારની અનુકૂળ સામગ્રીઓ તૈયાર કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org