________________
[ ૨૪૨ ]
ધ્યાનદીપિકા જાગૃતિ બની રહે તે સાથે રોકવું-સ્થિર કરવું. નિરાધાર નિરાકારમાં ધારણ ન રહી શકે તે હૃદયમાં કે ભ્રકુટિમાં ઈષ્ટદેવની કે ગુરુની મૂર્તિને મનથી કપીને તેના ઉપર ધારણું રાખવી. શરૂઆતમાં આખી મૂર્તિની ધારણા થઈ શકતી નથી. તેથી પ્રથમ તે મૂર્તિના અંગૂઠા ઉપર મન ઠરે એટલે તે આંખે બંધ કર્યા છતાં દેખાય ત્યારે ઢીંચણ, આ પગ, હાથ, હૃદયને ભાગ અને છેવટે મસ્તક પર્યત એક પછી એક સિદ્ધ થતાં ધારણ કરતાં જવી, જેથી આખી મૂર્તિની ધારણા સિદ્ધ થાય છે.
આ સાકાર રૂપવાળી ધારણું સિદ્ધ થયા પછી નિરાકાર કેઈ પણ જ્ઞાન, આનંદ કે તેવા જ સદ્દગુણની અરૂપિધારણા કરવી. આત્માના શુદ્ધ સ્વરૂપની માનસિક ધારણા કરવી અથવા સિદ્ધસ્વરૂપ પરમાત્માની ધારણા કરવી.
ધારણાને અર્થ એટલે જ થાય છે કે બીજા બધા વિષયોમાંથી મનને ખેંચી લઈ એક વિષયમાં પરોવવું-લગાડવું. જે પૂર્વે કહી આવ્યા છીએ.
આ ધારણાના પ્રવાહને વિચારતા કે એયાંતરથી તેડી ન નાખતાં તે જ દયેયમાં તેને અખંડ પ્રવાહ ચલાવ્યા કરો. એ એક જાતને જ પ્રવાહ ચાલો શરૂ થયો કે તેને ધ્યાન કહેવામાં આવે છે. ધારણા સિદ્ધ થાય તે ધ્યાન સહેલું છે. ધ્યાન અને ધારણામાં તફાવત માત્ર એટલો જ છે કે બીજાં લાથી મનને પાછું હઠાવી એક જ લક્ષમાં પવવું તે ધારણા અને તેમાં મન સ્થિર થતું ચાલે બીજા વિચારો ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org