________________
ધ્યાનદીપિકા
[ ૨૪૫]
માટે આ એક સામાન્ય ઈશારા તરફ દષ્ટિ રાખી-નિશાન સખી-આગળ વધવાથી આગળ શું છે, કેમ છે, તે સર્વ સમજાશે.
વચનથી કહી શકાય, અન્યને સમજાવી શકે (શકાય) તેવા ધ્યાન સંબંધી વિચારે અથવા કેવા વિચારો કરવાથી ધર્મધ્યાન થાય છે તે વિષે ગ્રંથકાર ધમધ્યાનાદિનું સ્વરૂપ બતાવે છે.
| ધર્મધ્યાનાદિ વિચાર, ध्यानं चतुर्विधं ज्ञेयं धर्म शुक्लं च नामतः । प्रत्येकं तच्छयेत् योगी विरक्तः पापगयोतः ॥१०५॥ ધર્મધ્યાન અને શુકલધ્યાન તે દરેકના ચાર ભેદ છે. પાપગથી વિરક્ત થઈ ગીએ બંને ધ્યાનને આશ્રય કરે.
ભાવાર્થ—ધર્મધ્યાન અને શુકલધ્યાન તે રાજયોગ છે. જેમ રાજમાર્ગમાં કાંટાકાંકરા, ખાડાટેકરા ન હોવાથી, રસ્તે ચાલનારાઓ ઓછા પરિશ્રમે અને હેરાનગતિ વિના (ખી થયા સિવાય) સુખેસમાધે ચાલી શકે છે, તેમ ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં, શરીરે કઈ કે દુઃખ વેઠવું પડતું નથી, પણ કેવળ મનની નિર્મળતામાં વધારો કરવાથી આ માગે ઘણે સરલ અને ઉપદ્રવ વિનાને બને છે. આ ઉત્તમ સ્થાનમાં હદયને પરમ આદ્ર બનાવી આત્મિક પ્રેમથી ભરવું પડે છે. સવ અને આત્મસ્વરૂપે અનુભવવા પડે છે.
મલિન ઈચ્છાઓને મૂળથી ત્યાગ કર પડે છે. સુખદુઃખને સમાન અનુભવવા પડે છે. પ્રિયઅપ્રિય કે શત્રુમિત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org