________________
[ ૨૩૦ ]
ધ્યાનદીપિકા
પાછી આઠેય કરવી. થાકી જાઓ તે પહેલી ચાર ન કરવી. તેથી બીજી ચાર સુગમતાથી પૂરી થશે.
પ્રાણને આયામ તે પ્રાણાયામ-પ્રાણની કસરત અથવા પ્રાણને નિરોધ. આ રીતે કરવાથી ઘણો જ લાભ થાય છે. શરીરની શક્તિ વધારવાની એક જાતની પ્રાણની કસરત તેનું નામ પ્રાણાયામ છે. પ્રાણાયામમાં કોઈ ગુપ્ત ભેદ કે અજા. યબી જેવું કાંઈ નથી. તેમાં ગુપ્ત રહસ્ય માનનારા ભૂલા ખાય છે. પ્રાણાયામને અર્થ આત્મજ્ઞાન કે ઈશ્વરજ્ઞાન એ થતું જ નથી. ' - પ્રાણાયામ કરવાથી અધિક કલ્યાણ કાંઈ છે જ નહિ, પ્રાણાયામથી આત્માનુભવ થાય છે એ માન્યતા જૂઠી અને ભૂલભરેલી છે. પ્રાણાયામમાં લેશમાત્ર પણ પરમાર્થ કે આશ્ચર્ય જેવું નથી. એ તે જેવી શરીરની કસરત તેવી જ પ્રાણની કસરત છે. ફેફસા તેમ જ હૃદયને સાફ તેમ જ મજબૂત રાખવા માટે તથા મનને સ્થિર કરવાને પ્રાણાયામ એ પ્રાણની કસરત જ છે. પ્રાણાયામ આત્મજ્ઞાન નથી પણ આત્મજ્ઞાન પામવાનું એક સાધન પ્રાણાયામ છે.
પ્રાણાયામમાં એક વાત ધ્યાન રાખવા જેવી છે. તે એ કે જ્યારે તમે શ્વાસ બહાર કાઢે ત્યારે પેટને સંકેચી નાખો એટલે પાછું પીઠ ભણ ખેંચે. આનાથી બહુ લાભ થશે. બીજું એ કે પ્રાણુ અંદર લેતી વખતે આખા પેટને તેનાથી મારી નાખવાનું ચૂકતા નહિ. પ્રાણવાયુ છાતી સુધી જઈને અટકી જાય નહિ. પણ ઠેઠ પેટના તળિયા સુધી પહોંચી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org