________________
[ ૨૦૨ ]
ધ્યાનદીપિકા
તે મહાવ્રતમાં દ્રવ્યની લઈ શકાય કે રાખી શકાય તેવી કોઈ વસ્તુની ચોરી કરવી નહિ. ક્ષેત્રથી ગ્રામમાં, નગરમાં કે અરણ્યમાં, ઈત્યાદિ કોઈ પણ સ્થળે ચોરી કરવી નહિ, કાળથી રાત્રિએ કે દિવસે કોઈ પણ વખતે ચોરી કરવી નહિ. ભાવથી રાગ કે દ્વેષના પરિણામથી ચોરી ન કરતાં આ મહાવ્રતનું પાલન કરવું.
નિશ્ચયથી ત્રીજું મહાવ્રત પાંચ ઇંદ્રિયોના ત્રેવીસ વિષય છે. તેના સુખની ઇચ્છાએ જીવ આઠ કર્મની વગણાઓ એકઠી કરે છે. આત્મા સિવાય કઈ પણ વસ્તુ પિતાની નથી, છતાં તે કર્મની વગણાઓ, જે આત્મા ઉપર લાગેલી છે તે શુભાશુભ કર્મને પિતાનાં માનવા, શુભ પુણ્યના પુગલો તરફ પ્રીતિ રાખવી, તેને મેળવવા પ્રયત્ન કરવો આ કર્મ વગણાના પુદગલો આત્માથી પર છે. પર વસ્તુ છે તેને પોતાના કરી તેને સંગ્રહ કરે. કર્મને સંગ્રહ થાય-આવાગમન થાય તેવી પ્રવૃત્તિ કરવી તે પણ એક જાતની ભાવચેરી છે, આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર જેટલું આવરણ આવે તે પારકી વસ્તુ હોવાથી ભાવચેરી છે. આ અંતરંગ પુણ્યાદિના અભિલાષાની-ઈચ્છાની નિવૃત્તિ કરવી તે ત્રીજું નિશ્ચય મહાવ્રત છે.
વ્યવહારથી ચેાથું મહાવ્રત દારિક અને વિક્રિય એમ બે જાતના વિષય છે. દેવીઓ કે દેવે સંબંધી વિષયસેવન તે વૈકિય કહેવાય છે અને મનુષ્ય તથા જનાવર સંબંધી વિષય સેવન તે ઔદારિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org