________________
ધ્યાનદીપિકા
[ ૨૦૩ ]
કહેવાય છે. આ બન્ને જાતિના વિષયને મનથી, વચનથી અને શરીરથી કરવા, કરાવવા અને અનુમોદન કરવારૂપે ત્યાગ કરવો તે ચેાથે મિથુનવિરમણ અર્થાત્ બ્રહ્મચર્ય નામનું મહાવ્રત છે.
આ મહાવ્રત પાળવામાં દ્રવ્યથી, દેવ, મનુષ્ય અને જનાવર સંબંધી વિષયોનો ત્યાગ કરવો, ક્ષેત્રથી ઊર્વ લેકમાં અધોલકમાં અને તિયક લેકમાં (સ્વર્ગ, મૃત્યુ અને પાતાગાદિ સ્થાનમાં) આ મહાવ્રત પાળવું, કાળથી દિવસ હોય કે રાત્રિ હોય, સર્વ કાળે લીધેલ પ્રતિજ્ઞાન નિર્વાહ કરે ભાવથી-રાગના કારણે કે શ્રેષના કારણે પણ વિષયસેવન ન કરતાં યાવત્ જીવપયત આ મહાવ્રતનું પાલન કરવું.
નિશ્ચયથી ચર્થે મહાવત આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે, દેહાદિ ભાવથી તદ્દન અલગ છે તે દષ્ટિ ધ્યાનમાં રાખી. અંતરંગ વિષયાભિલાષનો ત્યાગ કરી પોતાની આત્મપરિણતિમાં રમણ કરવું. પરપરિણતિમાં પ્રવેશ ન કરતાં એટલે પરભાવનું ચિંતન ન કરતાં આત્મિક પરિણતિનું ચિંતન કરવું. સ્વભાવરૂપ ઘર મૂકી વિભાવરૂપ ઘરમાં પ્રવેશ ન કરે તે બ્રહ્મચર્યવ્રત છે. વ્યુત્પત્તિ અર્થ પણ એ જ છે કે બ્રહ્મભાવમાં ચાલવું-રહેવું તે બ્રહ્મચર્ય છે.
આત્મભાવમાં રમણ કરવું, પર ભાવથી વિરામ પામવું તે ભાવબ્રહ્મચર્ય છે. - વ્યવહારે પાંચમું મહાવ્રત
ધન, ધાન્ય, ક્ષેત્ર, રૂપું, સોનું, બે પગવાળા અને ચાર પગવાળા આદિ વસ્તુઓને સર્વથા ત્યાગ કરે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org