________________
ધ્યાનદીપિકા
[ ૨૦૭ ]
જ્યારે વચન અને શરીર ઉપર કાબૂ મેળવાય છે ત્યારે ધીમે ધીમે મન ઉપર પણ કાબૂ મેળવી શકાય છે. એટલે નિરંતરની આવા વિચારો કરવા અને આવા વિચારો ન કરવા એવા વિભાગ કરવાની ટેવ છેવટે મનને પણ કાબૂમાં
અથવા બીજો કમ આ ત્રણ દંડથી વિરમવા માટે એ છે કે મનને સારા વિચાર કરવાની ટેવ પડાવવી. પૂર્વ જન્મમાં મન, વચન અને શરીરની શક્તિવાળું નામકર્મ બાંધેલું હોવાથી એ ત્રણે શક્તિઓ આપણને મળી છે. તેથી મન વિચાર કર્યા વિના રહેવાનું નથી અને વચન બોલ્યા સિવાય ચાલશે નહિ, તથા શરીરથી પણ હલન ચલનાદિ ક્રિયા થયા સિવાય રહી શકશે નહિ. આ ક્રિયાઓ અવશ્ય થવાની છે અને થાય છે જ. આપણા અનુભવમાં પણ એમ જ આવે છે કે વિચાર થાય છે, વચન બોલાય છે અને શરીરથી ક્રિયા પણ થાય છે. ત્યારે આ ત્રણે ક્રિયામાં આપણે એટલે સુધારા કરી શકીએ તેમ છીએ કે મનથી સારા વિચારો કરવા, મહાન પુરુષના ગુણોનું મનન કરવું, આત્મગુણનું સ્મરણ કરવું, સદ–અસદ વસ્તુઓને વિચાર કરે. પરમાત્માને પવિત્ર નામનો જાપ કરવો વિગેરે સારા સારા વિચારમાં, તે મનને જોડી દેવામાં આવ્યાથી મન ખરાબ વિચાર કરતું અટકશે. અહોનિશ અનેક અશુભ વિચારોસંકલ્પો-મનોરથો, મનોરા ખડાં કરવામાં જે ફોગટ મનની શક્તિને નાશ થાય છે તેનો બચાવ થઈ મનનો આ સારા માર્ગો ઉપયોગ થશે. આ સારી ટેવને વધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org