________________
ચાનદીપિકા
[ ૨૦૯ ]
સિવાય આપણાથી આગળની ભૂમિમાં પ્રવેશ થઇ શકતા નથી, આ સત્તર પ્રકારના સયમને ધારણ કરનાર યમી કહેવાય છે. આ યમ તે ચેાગનું પ્રથમ અંગ છે. નિયમ
શૌચ, સંતાય, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન આ પાંચ નિયમ કહેવાય છે.
શૌચ
શૌચ એટલે પવિત્રતા. બહારથી પવિત્રપણું, શરીર શુદ્ધ સ્વચ્છ રાખવું, વસ્ત્રા સ્વચ્છ પહેરવાં, રહેવાના મુકામ સ્વચ્છ અને ખુલ્લી હવાવાળા હેાવા જોઇએ, આજુબાજુના પદાર્થો એવા હેાવા જોઇએ કે મનમાં સ્વાભાવિક જ શાંતિ ઉત્પન્ન થાય.
જ
આંતરશૌચ, મન, વચન, શરીરનુ` પવિત્રપણું, રાખવું, મનમાં કાઈ અશુભ સ*કલ્પ ઉત્પન્ન થવા ન દેવા, વચન સત્ય, પ્રિય અને હિતકર ખેલવું. કઠારતાવાળું, નિર્દયતાભરેલું' કે અન્યને અપમાન લાગે, નુકસાન થાય કે સ‘તાપ થાય તેવું ન ખેલવુ.... શરીરને શુભ વિચારાથી, ગુરુસેવાથી અને તેવાં જ ધાર્મિ ક ક્રિયાવાળા કબ્યાથી એવું પવિત્ર કરી નાખવું કે તેના દરેક પરમાણુએ ધાર્મિક ભાવનાથી, દયાની કામળ લાગણીથી કે પરમાત્માના સ્મરણથી પવિત્ર તેજોમય અને શાંતિમય થઈ જાય. તમને જોતાં જ ગમે તેવા કઠાર હૃદ્યવાળા મનુષ્યના હૃદયમાં પણ દયાની કે કામળતાની લાગણી અથવા પ્રેમ ઉત્પન્ન થાય. આ સર્વ શૌચની પવિ
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org