________________
[ ૨૧૮ ]
યાનદીપિકા
અને તેથી ગુરુ પાસેથી શીખવા ચાગ્ય છે. અથવા નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થિર કરવામાં આવે છે. લગભગ અરધા કલાક ત્યાં ષ્ટિ (અરધી ખુલ્લી આંખે) સ્થિર કર્યા પછી, બહારની દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર જ રાખવી અને આંતરદૃષ્ટિ (મન) નાભિની અંદર તે જ વખતે રાખવી. આમ કેટલાક વખતના અભ્યાસથી પવન ઉપર ચડીને બ્રહ્મરધ્રમાં જાય છે. પવન ઉપર ચડે છે, એવી ધારણા ત્યાં રાખવી પડે છે, અને પ્રારંધ્રમાં ગયા પછી ત્યાં પવન સ્થિર થા તેવી ધારણા સતત ભાવના કરવાથી, પવન ત્યાં સ્થિર થાય છે. તે સાથે મન પણ સ્થિર થાય છે. પહેલા પ્રચાગથી આ પ્રયાગ વધારે સહેલા છે.
આ અભ્યાસનુ પ્રત્યેાજન માત્ર શરીર નીરોગી રાખવા સાથે પવનની મદદથી મનને સ્થિર કરવાનુ છે. પછી ગમે તે જાતના અભ્યાસથી મનને સ્થિર કરવું તેમાં કાઈ જાતના આગ્રહ કરવા જેવું નથી.
નાસિકાના એક છિદ્રને અંગૂઠાથી બધ કરી બીજા છિદ્રથી ૐ બંધ કર્યો સિવાય અને છિદ્રોથી ધીમે ધીમે પવનને ખહાર કાઢી નાખવા તે રેચક કહેવાય છે. બહારના પવનને નાસિકાના એક છિદ્રથી ધીમે ધીમે અંદર પૂરવા-ખેચવા તે પૂરક કહેવાય છે. અને તે અંદર ખેંચેલા પવનને અકળામણુ ન આવે ત્યાં સુધી નાભિમાં કે હૃદય આગળ શકી રાખવા તે કુંભક કહેવાય છે. કુંભક થયેલ પવનને નાસિકાના એક છિદ્રથી ધીમે ધીમે બહાર કાઢી નાખવા તેને પણ રેચક કહેવામાં આવે છે. આ અભ્યાસની શરૂઆતમાં કુંભક થાડા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org