________________
[ ૨૨૦ ]
ધ્યાનદીપિકા
નીરાગતા માટે ઉપયાગી છે. પવનના જય કરવા પછી જ તે પ્રાણાયામા રોગ મટાડવાને ઉપયાગી થાય છે, પવન જય કરવાના ઉપાય
પવન તા એકના એક જ છે પણ જુદા જુદા સ્થાને તે રહેતા હેાવાથી તેનાં નામેા જુદાં જુદાં પાડવામાં આવે છે, જેમ કે પ્રાણ, અપાન, સમાન, ઉદ્યાન અને વ્યાન આ પાંચ પવન છે.
શ્વાસેાચ્છવાસના વ્યાપાર કરનાર પ્રાણ પવન છે. મૂત્ર વિદ્યાપ્રમુખને શરીરની બહાર કાઢનાર અપાન વાયુ છે. અન્ન પાણીથી ઉત્પન્ન થતા રસાને ચાગ્ય સ્થાને પહોંચાડનાર સમાન વાયુ છે. રસાદિને ઊંચે લઈ જનાર ઉદ્યાન વાયુ છે અને આખા શરીરમાં વ્યાપીને રહેલા વ્યાન વાયુ છે.
પ્રાણવાયુ હૃદયના ભાગમાં રહે છે, અપાનવાયુ શુઢાના ભાગમાં રહે છે, સમાનવાયુ નાભિ આગળ રહે છે, ઉદાનવાયુ કંઠના ભાગમાં રહે છે, વ્યાન વાયુ ચામડીના તમામ ભાગેામાં રહે છે.
આ પાંચે વાયુને જય કરવા માટે પાંચ બીજ મ છે. ૨, ૫, મૈં, રો, જો, અનુક્રમે પ્રાણ, અપાન, સમાન, ઉદ્યાન અને બ્યાન તે એક એકના એક એક બીજમંત્ર છે,
સિદ્ધાસન કરી એસવુ', બહારથી નાસિકા દ્વારા પવન 'દર ખેંચવા, જે પવન સિદ્ધ કરવા હોય તે પવનના સ્થાન ઉપર તે પવનને રાકવા, હડપચી નીચી નમાવી છાતીના ભાગ પર રાખવી, જેથી પવન માથા ઉપર ચડી ન જાય કૈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org