________________
ધાનદીપિકા
[ ૧૦૫ ]
ધર્મ મળવો દુર્લભ છે, તેનો વિચાર કરી અનુકૂળ અવસર મળ્યા છતાં પ્રમાદ ન કરતા યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી.
આ ધર્મના અમુક પવિત્ર અંશે-ભાગો (જેવા કે સર્વ જીવને આત્મસ્વરૂપે જેવા, સર્વ જીવોની દયા કરવી, જેને અભય આપવું વગેરે) તેને આશ્રય કરીને ઘણા જ મેક્ષ પામ્યા છે અને પામશે. નાસ્તિક કે જેઓ ધર્માધર્મ જેવું કાંઈ માનતા નથી, આત્માને પણ નિત્ય સ્વરૂપે સ્વીકારતા નથી, તેઓ આ ધર્મના રહસ્યને શું સમજે? તેમના કુતર્કવાળા વાદો, આ ધર્મનું મહાન સ્વરૂપ કેવી રીતે પ્રતિપાદન કરી શકે ? કારણ કે ધર્મ અનુભવગમ્ય છે. વ્યવહારમાં ગમે તેવું તેનું સ્વરૂપ કથન કરે, તથાપિ તેને અનુભવ કર્યા વિના તેનાથી ઉત્પન્ન થતી સુખશાન્તિ મળી શકતી નથી.
હે ભવ્ય જીવો ! આવી ઉત્તમ અનુકૂળતા તમને મળી છે, તે તેનો દુરુપયોગ ન કરતા તેને સફળ કરે. ધર્મનો અનુભવ મેળવવા માટે પ્રમાદ ન કરતાં સાવધ થવું તે આ ભાવનાની વિચારશ્રેણીને ઉદ્દેશ છે. ૪૦-૪૧. આ લોક શું છે, તે સંબંધી વિચાર
લેકભાવના जीवादयो यत्र समस्तभावा जिनैविलोक्यन्त इतीह लोकः। उक्तस्त्रिधासौ स्वयमेव सिद्धो स्वामी च नित्यो निधनश्च चिन्त्यः।।४२॥ उत्पद्यन्ते विपद्यन्ते यत्रैते जीवराशयः । कर्मपाशाधिसंबद्धाः नानायोनिषु संस्थिताः ॥ ४३ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org