________________
ધ્યાનદીપિકા
[ ૧૨૩ ]
યતિપણાને વિષે પણ સંસારને નિમિત્ત તેઓને જન્મ નિષ્ફળ જાય છે.
ભાવાર્થ:–ભલે ઉત્તમ સાધુઓને વેષ ધારણ કર્યો હેય તે તેથી શું થયું ? દૂધ નહિ આપનારી ગાયને ગળે ટોકરે વળગાડવાથી શું તેની ખરી કિંમત કઈ આપશે કે? નહિ જ. વેશ તે એક ટેકરો વળગાડવા જેવો છે. બાકી ખરી રીતે તે સદાચારી હોવો જ જોઈએ. સદાચારના ગુણ વિના સાધુવેશની કિંમત કાંઈ નથી. છાપ સારી હોય પણ રૂપિયે તાંબાને હોય તો તેની કિંમત રૂપા જેટલી થવાની જ નહિ. છાપ અને રૂપું બનેની જરૂર છે. પણ એકલી છાપની કિંમત નથી. એકલા રૂપાની તો એછી પણ કિંમત તે થવાની, તેમ કદાચ વેશ ન હોય પણ સદાચારી હેય તે ફાયદે તો થવાનો જ બને સાથે હોય તે તો સેનું અને સુગંધ સાથે મળ્યું જ કહેવાય. તેમ વેશ અને ગુણ બને સાથે હોવાથી તેનાથી સ્વપર ઉપકાર સારી રીતે થઈ શકશે. એકલા ગુણથી તે પોતાને ઉદ્ધાર કરશે.
સદાચારથી ભ્રષ્ટ થઈ, લોકોને ઠગનારાઓ-કેવળ વેષધારીઓમાં ધ્યાન ક્યાંથી હોય? કદાચ તેઓ દયાન કરતા પણ હોય તો તે ધ્યાન તેને કેવી રીતે શુદ્ધિ આપશે? જે શુદ્ધિને માટે જ ધ્યાન કરાતું હોય તે પછી સદાચારથી ભ્રષ્ટ થવાનું અને લોકોને ઠગવાનું કારણ શું? સદાચારથી ભ્રષ્ટ થઈકને ઠગવા અને સાધુવેષ ધારણ કરે તે પરસ્પર વિરુદ્ધ છે અને સાથે ધ્યાન કરવું તે તે વિશેષ પ્રકારે વિરુદ્ધ છે. મતલબ કે ચિત્તની મલિનતા કે ચપલતા જ્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org