________________ માનદીપિકા [ 161 ] નિશ્ચયથી મોક્ષની ઈચ્છા કરવી, તેને પણ નિષેધ કરેલ છે મો મળે સર્વત્ર નિ:સ્પૃહો મુનત્તમ: | ઉત્તમમુનિએ મોક્ષમાં અને ભવમાં-સંસારમાં-સવ સ્થળે પૃહા-ઈચ્છા કરતા નથી. તે પણ આવી ઉત્તમ કોટિની ભાવનામાં જેમનું મન પરિણમ્યું નથી તેવા જીવોની અપેક્ષાએ વ્યવહારમાર્ગે મિક્ષની ઈચ્છા કરવી, તે દેષવાળી નથી. આ પ્રકારે પણ તેમના કિયામાર્ગમાં પ્રવૃત્તિ થવાથી તેઓના ચિત્તની શુદ્ધિ થાય છે અને ત્યારપછી છેવટે તેઓ સર્વત્ર નિઃસ્પૃહ થવાની કેટિમાં પ્રવેશ કરી શકે છે. આધ્યાનવાળાને લેશ્યા કેટલી હોય? लेश्यात्रयं च कृष्णादि नातिसंकलिष्टकं भवेत / आर्त्तध्यानगतस्याय लिंगान्येतानि चिंतयेत // 79 // આ આર્તધ્યાનવાળાને કૃષ્ણ આદિ ત્રણ લેશ્યા, ઘણી સંકિલષ્ટ (મલિન-કલુષિત) ન હોય તેવી (ત્રણ લેશ્યા) હોય. હવે આધ્યાનવાળાનાં આગળ કહેવામાં આવશે તે લિંગ ચિહ્નો-નિશાનીઓને વિચાર કરે. ભાવાર્થ-જેના ઉદય વડે આત્મા લેપાય છે, જુદા જુદા અધ્યવસાય-પરિણામે ધારણ કરે છે તેને વેશ્યા કહે છે. જેમ સ્ફટિક રત્ન સ્વાભાવિક રીતે અત્યંત નિર્મલ-સ્વચ્છ અને વેત હોય છે. તથાપિ કાળા, પીળા, લીલા, રાતા, વિગેરે રંગવાળા પદાર્થો તેની પાછળ મૂકવામાં આવે છે. તે આ પદાર્થોને ઉપાધિને લઈ સ્ફટિક પણ લાલ, પીળું, 11 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org