________________
[ ૧૭૪ ]
ધ્યાનદીપિકા
બને ભાઈએ પણ આવી રૌદ્ર ભયંકરતા સુધી પહોંચ્યા . હતા કે જે તે જ ભવમાં નિર્વાણ પામનાર હતા. તે બીજા એને માટે તે કહેવું જ શું ? બધા કરતાં લેભ તે વિશેષ પ્રકારે રૌદ્રધ્યાનનું મુખ્ય મથક તરીકે પ્રખ્યાતિ પામેલું સ્થળ છે. આ ચારે કષાયો નિરંતર જેના હૃદયમાં સળગતા જ હોય છે, જાજવલયમાન થઈ રહેલા હોય છે, તેઓને રૌદ્ર ધ્યાન આવતાં વાર લાગતી નથી.
મદથી ઉદ્ધત થયેલા મનુષ્યો કે જેમાં પણ સૈદ્રધ્યાન કારણ મળતાં બહાર નીકળી આવે છે. ધનને મદ, બળને મદ, કુળને મદ, અધિકારનો મદ, વિદ્યાને મદ, ઈત્યાદિ મદથી જેને ઉદ્ધત સ્વભાવ થઈ રહ્યો હોય છે, વિદ્યા કે કળા, ધન કે અધિકાર ઈત્યાદિનું જેને અજીર્ણ થયું છે, પાત્ર ઓછું હોય અને તેમાં વસ્તુ વધારે મૂકવામાં આવતાં તે બહાર નીકળી પડે છે તેવી રીતે સામાન્ય મનુષ્ય કરતાં મળી આવેલી કાંઈ પણ અધિકતાને, પોતાની અયોગ્યતાને લઈ જીરવી ન શકવાથી ઉદ્ધતાઈથી બહાર છલકી વળે છે. આવા મદથી ઉન્મત્ત થયેલા ઉદ્ધત જીવોમાં રૌદ્રધ્યાન સ્વાભાવિક રીતે નિવાસ કરીને રહે છે;
પા૫મતિ-જેઓની બુદ્ધિ નિરંતર પાપમાર્ગમાં વર્યા કરે છે, પાપના વિચારે અહોનિશ કરતો હોવાથી તે વિચારે ઘર કરી વાસનારૂપે કે સંસ્કારરૂપે યા સ્વભાવભૂત થઈ રહે છે અને જેમ કેઈ આજ્ઞાંક્તિ સેવક હોય તેને હાક મારતાં બધા કામ પડતાં મૂકી તત્કાળ તે પિતાના માલિક પાસે હાજર થાય છે, તેવી રીતે આ પાપ બુદ્ધિના સંસ્કારો સહેજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org