________________
ધ્યાનદીપિકા
[ ૧૯૫ ]
આખા વિશ્વને સરખું જુઓ. દરેક આત્માઓમાં-છવામાં આત્મસ્વરૂપને-જ્ઞાનનો સ્વભાવ રહેલ છે. તે જ્ઞાન સ્વભાવથી સર્વ જીવો સર્વ આત્માઓ એકસરખા છે. તેમાં જરા પણ ભિન્નતા તમે જોઈ નહિ શકો. જ્ઞાનગુણ જે પૂર્ણતા પામેલ આત્મામાં છે, તે જ જ્ઞાનગુણ આપણા જેવા અપૂર્ણ સ્થિતિ ભોગવતા જીવોમાં પણ છે. માટે જ્ઞાનગુણ સર્વ માં સર છે. તેમાં વિષમતા નથી. તે જ જ્ઞાનગુણની સાથે સર્વ આત્માએને અભેદરૂપે જુએ, એટલે તમારો આત્મ જ્ઞાન ગુણ વડે બીજા સર્વ આત્મામાં રહેલા જ્ઞાન ગુણ સાથે અભેદએકરસ જેવો અનુભવ કરશે. આથી રાગદ્વેષની પરિણતિ વડે મારા-તારાપણાના ભેદથી જે વિષમતા ઉત્પન્ન થતી હતી તે થતી અટકશે. કારણ તે પણ જ્ઞાનસ્વરૂપ આત્મા અને હું પણ જ્ઞાનસ્વરૂપ આત્મા. આવી રીતે આખું વિશ્વ પણ (સર્વછે) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કોની સાથે ભેદભાવ રાખ મારું તારું કરવું ? વિષમતા માત્ર કમની ઉપાધિમાં રહેલી છે. જુદાં જુદાં કમને લઈ. જુદાં જુદાં શરીરે, જુદા જુદા વિચારો અને જુદા જુદા અનુભવ થાય છે. આ સર્વ કર્મની ઉપાધિ છે. તે ઉપાધિને માટે એમ માનો કે ઘડીભર તે ઉપાધિ સર્વ આત્માથી અલગ ઊભી રહી છે. તો તે વખતે તમે સર્વમાં શુદ્ધ આત્મસ્વરૂપ-તમારા શુદ્ધ સ્વરૂપથી જરા પણ ભિન્નતા ધારણ નહિ કરનાર આત્મસ્વરૂપ-સિવાય બીજું શું દેખી શકાશે? કશું જ નહિ. શુદ્ધ આત્મા જ. આથી નિર્ણચ થાય છે કે ઉપાધિ માત્ર કમની વિષમતાની છે અને તેને લઈને જ મનની ચંચળતા છે. આ સમભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org