________________
[ ૧૮૬ ]
ધ્યાનદીપિકા
આમાંથી થોડું તે સાથે લેતા જાઓ ! ના શા માટે પાડે છો? ઇચ્છા તે ઘણી છે પણ તે લઈ શકાય તેમ છે જ નહિ, ત્યારે હવે શું કરશે ? માખીની માફક હાથ ઘસતા જે જવાના? પણ એટલાથી પતવ નું નથી. આગળ તો ચાલે. તમારી રાહ જોઈને પેલા માણસો બેઠા છે. શા માટે ? બદલે લેવા માટે. શાને બદલો? તેનો જ તે. બાપાને માલ તે ન જ હતું ને? આવા અનેક અનુભવ કરતે, મનના સંકલ્પથી રૌદ્ર રૂપને ખડાં કરતો છેવટે નરકગતિમાં આ પાપોને બદલે અનુભવે છે. હે માન! રૌદ્રધ્યાન અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે.
સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન बहवारंभपरिग्रहसंग्रामे तुघाततो रक्षाम् । कुर्वन् परिग्रहादेः रक्षारौद्रिति विज्ञेयम् ॥१२॥
ઘણે આરંભ કરીને, ઘણો પરિગ્રહ મેળવીને, સંગ્રામ (લડાઈઓ) કરીને, અને જીવને ઘાત કરીને, પરિગ્રહાદિની રક્ષા કરતાં (રક્ષણ નિમિત્ત થતું રૌદ્રધ્યાન) તે રક્ષારૌદ્ર જાણવું.
ભાવાર્થ–મેળવેલા ધન, ધાન્ય, પૃથ્વી, સ્ત્રી આદિના રક્ષણ કરવા નિમિત્તે જીવોને સંહાર કરવા સુધીના વિચારે કરવા તે રક્ષારૌદ્રધ્યાન કહેવાય છે. જેનું ધાર્યું કાંઈ થતું નથી. જીવ ધારે છે કાંઈ અને બને છે કાંઈ જુદું જ. પુણ્યને આધીન લમી આદિ ભોગ્ય પદાર્થો રહેલા છે, પુણ્ય ઓછું થતાં હોય તે પણ વસ્તુ, રક્ષણ કરવા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org