________________
ધ્યાનદીપિકા
[ ૧૮૭ ]
અનેક ઉપાયો કરવા છતાં રહેતી નથી અને પુણ્યની પ્રબળતા થતાં, ન હોય તે પણ વસ્તુ અનિચ્છાએ આવી મળે છે. તેને ફેંકી દે, અન્યને આપી દો. તે પણ તે જુદી રીતે પાછી તમારી પાસે આવ્યા વિના રહેતી જ નથી. રક્ષણ કરે કે ન કરે, પરિણામ તે જે આવવાનું છે તે આવ્યા વિના રહેતું જ નથી. છતાં તે પરિગ્રહાદિનું રક્ષણ કરવા માટે આરંભ કરે, અનેક ગુપ્ત મુકામોમાં રક્ષણ કરે, મોટા મોટા કિલ્લા બાંધી તેમાં પૂરી રાખે, તેના રક્ષણ નિમિત્તે અનેક પ્રકારની સામગ્રીમાં વધારો કરે, વિર યોદ્ધાઓને રાખી તેનું રક્ષણ કરો, છેવટે તેના બચાવ માટે હજારે જેના પ્રાણ જાય તેવા સંગ્રામ-લડાઈઓ કરે, પણ આનું પરિણામ તમારા પિતાના સંબંધમાં અહિતકારી આવશે. રૌદ્ર પરિ. છામનો વધારો થશે. વાયુના ઝપાટામાં દીપક સ્થિર રહી શકતું જ નથી. લક્ષ્મી આદિ વૈભવ પુણ્યને જ આધીન છે. જરૂર હોય તે તેને જ વધારે કરે, ડાળને પાણી ન સચે. મૂળને પાણી પાઓ. (ધનાદિના રક્ષણ નિમિત્તે જીવે કેવા વિચાર કરે છે.) शस्त्रैररीणां हि शिरांसि भिवा दग्ध्वा पुरग्रामगृहारिदेशान् । प्राप्म्येहमैश्वर्यमनन्यसाध्यं स्वगृहणतां बाथ तथा करिष्ये ।।९.३॥
શસ્ત્રો વડે શત્રુઓનાં મસ્તક કાપીને, શત્રુઓના શહેર, ગામ, ઘર અને દેશને બાળી નાખીને કોઈ સાધ્ય (સ્વાધીન) ન કરી શકે તેવું એશ્વર્ય હું અને પ્રાપ્ત કરીશ. અથવા મારું પોતાનું ધન કઈ લઈ લેશે તો પણ તેમ જ કરીશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org