________________
દયાનદીપિકા
[ ૧૭૩ ]
લેભની શરૂઆત પણ પોતાની ચાલુ સ્થિતિથી કાંઈક અધિકતા પ્રાપ્ત કરવી આટલાથી શરૂ થઈને છેવટે ભયંકર રૂપ ધારણ કરે છે, આખી દુનિયાની રિદ્ધિ કે હકૂમત મેળવી લેવા સુધી વૃદ્ધિ પામે છે.
લેભથી પિતાપુત્રો લડે છે, ભાઈઓ આપસમાં લડે છે, કુટુંબોમાં કલેશ થાય છે, સંબંધીઓના સગપણો મુકાય છે અને એકબીજાના લેહી રેડાય ત્યાં સુધી પણ આ લેભ શાંતિ પામતો નથી.
લોભી જેવો ઘનને માટે અન્યના પ્રાણ લેતાં પણ પાછું વાળી જતા નથી. તેમ પિતાનું ધન લૂંટાઈ જતાં-ચોરાઈ જતાં કે નાશ પામતાં ઘણા માણસ ગાંડા થઈ ગયેલા કે આપઘાત કરી મરણ પામેલા અત્યારે નજરે પણ દેખાય છે. હકૂમતના લાભને માટે અનેક લડાઈઓ થયેલી તમે સાંભળી હશે અને અત્યારે પણ અનેક રાજ્યો લડતાં તમે સાંભળો છે, દે છે. અહા ! કેવું રૌદ્રધ્યાન! કેવી ભયંકર પૂનરેજી! પિતાની લોભાંધતાને લીધે લા માણસની કતલ થતી અત્યારની કહેવાતી, સુધરેલી દુનિયામાં પણ નજર દેખાય છે. મારે! મારો! કાપ કાપના પિકાર જ્યાં થઈ રહેલા છે, જીવતાં ને જીવતાં માણસોને સળગાવી દેવા-ચીરી નાખવા કે ગોળીબાર કરવા તેવાં કામો પણ એક લોભને માટે જ! કેદની શાંતિને માટે જ! વેર લેવાને માટે જ ! , માન સાચવવાને માટે જ !
અહા! લેભની લેભાંધતા કે ક્રૂરતા માટે શું વર્ણન કરવું ? ભગવાન ઋષભદેવના પુત્રો ભરત ને બાહુબળી જેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org