________________
ધ્યાનદીપિકા
[ ૧૬૩ ]
ભાવાર્થ-આર્તધ્યાન કરવાવાળા જીનાં આંતરનાં લક્ષણો તે તે આર્તધ્યાન કરનાર જીવ વિચારવાનો હોય તે તે પોતાના મનની કલપનાઓને પોતે જ નિર્ણય કરી શકે છે. છતાં બહારના બોલવા, ચાલવાના કે તાડના તર્જન, આકંદ, રુદન, માથું, હૃદય, કૂટવા વગેરે લક્ષણોથી બીજા મનુષ્ય પણ સમજી શકે છે, કે આ માણસનું મન આ છે. સંયોગ, વિયોગ કે રોગાદિથી પીડિત છે, સમભાવે વેદી શકતા નથી. આત્મદષ્ટિ ભુલાઈ ગઈ છે, વિવેકજ્ઞાન નાશ પામ્યું છે, દેહાધ્યાસ થયેલ છે.
અજ્ઞાનદશાને લઈ આત્માથી ભિન્ન વસ્તુ ઉપર મમત્વભાવ વધેલો છે. તેને લઈને જ તેના વચનની કે શરીરની આ પ્રવૃત્તિ છે.
મૂળ લોકમાં આર્તધ્યાનવાળા નરના-પુરુષનાં આ લક્ષણો છે તે સામાન્ય રીતે પુરુષની મુખ્યતા રાખી લખ્યું છે. બાકી આ લક્ષણેથી દરેક જીન-સ્ત્રી કે પુરુષના આધ્યાનને નિશ્ચય કરી શકાય છે.
तस्साकंदणसोयणं परिदेवणताडणादि लिंगाई । इट्ठाणिठं वियोगाविओग वेयणानिमित्ताई ॥१॥
ઈષ્ટના વિયોગથી, અનિષ્ટના સંગથી અને વેદનાના નિમિત્તથી તે આર્તધ્યાનવાળાનાં આકંદ, શાચન, પરિદેવન અને તાડન આદિ ચિહને થાય છે.
ભાવાર્થ– આકંદન એટલે મોટા મોટા શબ્દો વડે વિલાપ કરી કરીને વિશેષ પ્રકારે રેવું યાને સહન કરવું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org