________________ ધ્યાનદીપિકા [ 159 ] વિપાક (ફળ) છે. માટે મારે પરિતાપ કરે એ યોગ્ય નથી. હું મનમાં ખેદ કરીશ તો પણ તેથી આ રેગ ઓછો થવાનું નથી. મહાન પુરુષને પણ કરેલા કર્મ ભેગવ્યા સિવાય છૂટક થતું નથી, ઈત્યાદિ વસ્તુ સ્વભાવના ચિંતનમાં વિચારમાં તત્પર થઈ સારા અધ્યવસાયે-મધ્યસ્થ પરિણામે તે રેગાદિને સહન કરતાં તેમને આ ધ્યાન હતું કે થતું નથી પણ કર્મની નિર્જરા થાય છે. લાભાલાભને વિચાર કરી રોગ પ્રતીકાર કરવાની જરૂર છે. कुणउ व पसथ्थालंबणस्स पडियारमप्पसावज्जं / तवसंयमपडियारं सेवउ धम्म-मणियाणं // 4 // પ્રશસ્ત આત્મજ્ઞાનના સાધનભૂત આલંબન માટે અલ્પ સાવધવાળા પ્રતીકાર-ઉપાયો કરવાની જરૂર છે અને નિયાણું વિના કર્મક્ષયના હેતુભૂત તપ, સંયમરૂપ ઉપાયે સેવવા પણ જરૂરના છે. મતલબ કે તેથી આર્તધ્યાન થતું નથી, પણ તે ઉપાયે ધર્મધ્યાન છે, અથવા ધર્મધ્યાનનું કારણ છે. ભાવાર્થ-જ્ઞાનાદિ ઉત્તમ આલંબનને માટે અલ્પ દેષવાળા કે નિર્દોષ ઔષધાદિને ઉપચાર કરવાથી ધર્મ * ધ્યાનને હાનિ પહોંચતી નથી. શરીર સારું હશે તે જ્ઞાન ભણાશે, ગુર્નાદિકની કે ગલાન, બાળ તપસ્વી આદિની ભક્તિ થશે. નાના પ્રકારની તપશ્ચર્ય થશે. ગચ્છની અને ગચ્છની નિશ્રાયે રહેલા સાધુઓની સારણું, વારણાદિ સંભાળ લેવાશે, અને ધ્યાનાદિક કરી આત્મસ્વરૂપ પ્રગટ કરી શકાશે ઈત્યાદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org