________________
ધાનદીપિકા
| [ ૧૨૯ ]
એક નિશાન ઉપર બાહ્યદષ્ટિને રોકી રાખી અંતરમાં અંતરદૃષ્ટિનું સચોટ નિશાન બાંધવું એ આશય, ભગવાન મહાવીર દેવનો ગૌતમ સ્વામીને જણાવવાનો હોય તેમ એ સ્થળે સમજાય છે. આ તે મહાપ્રભુની અભ્યાસ દશા હતી. શરૂઆતમાં મનને સ્થિર રહેવાનું શીખવવા માટે દેવની કે ગુરુની શાંતમૂર્તિ સન્મુખ સ્થાપન કરી તેના ઉપર એકાગ્રતા કરી શકાય છે. આ અભ્યાસની શરૂઆત ધીમે ધીમે કરાય છે. તે ઉપર દષ્ટિ સ્થાપ્યા બાદ તે ધ્યેય સિવાય બીજો કોઈ વિચાર મનમાં આવવા ન દે. દષ્ટિ નિમેષેમેષ રહિત ખુલ્લી રાખવી. એક બે મિનિટ જેટલા છેડા વખતથી શરૂઆત નિયમિત રીતે કરવી અને તેને ધીમે ધીમે લંબાવવી વધારવી. પછી તે મૂર્તિને હૃદયમાં સ્થાપન કરી, આંખે બંધ કરી, મનમાં તે યેય સિવાય બીજો કોઈ વિચાર આવવા ન દે એટલે તેને જ વિચાર કરો. તેને વિચાર કરે એટલે આત્માના શુદ્ધપદને વાચક કોઈપણ શબ્દ, જેમ કે સીં, અહ, છે વગેરે લઈ તેને મનથી જાપ કરે. હૃદયમાં તે મૂર્તિને આંતરષ્ટિથી જોયા કરવી. આ વખતે વચમાં કઈ પણ વિચાર આવી જાય છે તે વિચારને મૂકી ન દેવો પણ તરત જ જાપ બંધ કરી તે વિચારને પકડે અને વિવેકજ્ઞાનથી તે વિચારને છિન્નભિન્ન કરીને કાઢી નાખ. વિચાર કઈ પણ વાસનાને લઈને ઊઠે છે. તેનું અનિત્યપણું, અસારપણું, દુઃખદપણું વિચારી, અનાત્મપણું, ક્ષણભંગુરપણું નિર્મીત કરી, તે વિચારને કાઢી નાંખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org