________________
ધ્યાનદીપિકા
[ ૧૩૯ ]
તે સંબંધી વિચારો કર્યા જ કરવા, મનમાં કલેશ પામ, ખેદ કરો, તેને વિયોગ ચિતવ તે કાંઈ તેથી બચવાને ઉપાય નથી.
તમે જેવા વિચારોને પોષણ આપ્યું છે, અન્યને જેવી રીતે, જેવા આશયથી સંતાપ્યા છે, હેરાન કર્યા છે, જેવાં જેવાં બીજ વાવ્યાં છે, તે માટે તમે ઈચછા કરે કે ન કરે, તે બી ઊગવાનાં જ અને ફળ આપવાનાં જ અને તે જેને માટે નિર્માણ થયાં છે તેને ખાવા પડવાનાં જ. કમને બદલે કાળાંતરે પણ મળ્યા સિવાય રહેતો નથી આ અનિષ્ટ વસ્તુએને સંગ તે તમારા કમને બદલે છે. હવે તમે તેનાથી નાસી છૂટીને જવાના ક્યાં છે? બળાત્કારે પણ તેવા કલેશી માણસને સહવાસ થવાને જ. અન્યનું સુખ નષ્ટ કર્યું છે તે માટે તમારું પણ સુખ નષ્ટ થવાનું જ. અન્યને હેરાન કર્યા છે તે માટે તમારે હેરાન થવું જ પડશે. તેને કાઢવાના પ્રયાસો કર્યા જ કરે ને પણ તે તમારી પાસે આવવાના જ.
તમારા સુખના ઉપભોગ માટે ઘણુંનાં સુખ તમે લૂંટયા છે, તે તમારા સુખ પણ અન્યના ઉપભોગ માટે લૂંટાવાના જો તમારો સ્વાર્થ સિદ્ધ કરવા તમે “અન્યને દુઃખ થશે” તેની ક્યાં દરકાર કરી છે? તે બીજાઓ પણ તમને દુઃખ થાય છે તેની શા માટે દરકાર કરશે ?
આવા અનિષ્ટ સંગોથી નારાજ ન થાઓ વિચાર કરશો તે તમને આ જન્મ સંબંધી પણ એવા દાખલાઓ મળી આવશે કે કર્મને બદલો જ મનુષ્યોને મળે છે, બીજાઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org