________________ ધ્યાનદીપિકા [ 155 ] ઈચ્છાની તૃપ્તિ કેઈ વખત થઈ નથી અને સદાને માટે થવાની નથી, એ તો બળતા અગ્નિમાં લાકડાં હેમ્યા જ કરે, અગ્નિ શાંત ન થતાં વધતે જ થવાને. ઈચ્છા પ્રમાણે લોગોનો ઉપભોગ કર એ કાંઈ અગ્નિ શાંત કરવાને ઉપાય નથી, તેમ વિષયોની પ્રાપ્તિથી ઈચ્છા શાંત થાય તે વાત સ્વને પણ સાચી ન માનવી. મારા આ કથનથી ખાતરી ન થતી હોય તે અનુભવ કરી જોવાથી નિર્ણય થશે. હા! તૃપ્તિ થશે, જરા વાર શાંતિ આવશે, વિરાગ્ય પણ પ્રગટ થશે અને હવે આ રસ્તે જવું જ નહિ એમ નિર્ણય પણ થશે. છતાં તે થોડીવાર જ. જરા વખત જવા દે, ફરી અનુકૂળ સંગે મળવા દે, તે સમજાશે કે આ વસ્તુ તે દુનિયામાં કોઈ વખત મળી જ નથી તેટલી તીવ્ર ઈચ્છાથી પાછી તેના તરફ પ્રવૃત્તિ થશે અને થોડી વાર પહેલાં ઉત્પન્ન થયેલ તૃપ્તિ, કે શાંતિ કે વિરક્તતા નાશ જ પામી જશે. માટે વિચારદશા ખૂલ્યા સિવાય, વિવેકજ્ઞાન પ્રગટ થયા સિવાય, કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થયા સિવાય, તૃપ્તિ કે શાંતિની આશા તમારે રાખવી જ નહિ. “ત્યારે ઈષ્ટ વસ્તુ મેળવવા માટે અમે શુભ ક્રિયાઓ કરી, તે વ્યર્થ જશે કે? આને ઉત્તર એ જ છે કે તમારી ઇરછા તે વસ્તુ તરફથી પાછી વળતી ન જ હેય, તેને મેળવવા માટે ઉત્કટ જિજ્ઞાસા બની રહેતી હોય તો તમે શુભ ક્રિયા ઘણી ખુશીથી કરે; પણ તમારું નિશાન બદલે, સુકાન ફે. વિષપભેગને મુખ્ય પદવી ન આપે, તમારા આત્મદેવને મોઢા આગળ કરે. તે મેળવવાનું એટલે તેને અનુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org