________________ ધ્યાનદીપિકા [ 153] છે, નિયાણાનો અર્થ કરેલ મહેનતને બદલે ફળ મળવાના વખત અગાઉથી માગી લે. જેમ કે મેં મારી જિંદગીમાં અમુક અમુક સારાં કામ કર્યા છે, તપશ્ચર્યા કરી છે, બ્રહ્મચર્ય પાળ્યું છે, બીજાં વ્રત વગેરે કિલષ્ટ, મન, વચન કે શરીરને કષ્ટ થાય તેવાં કે ત્યાં સુધી કર્મો ક્યાં છે કે ધન ખચી મંદિર બંધાવ્યા છે, દાન આપ્યું છે, ધર્મશાળાઓ અંધાવી છે કે પરોપકારનાં કાર્ય કર્યો છે તેના ફળ તરીકે બદલી તરીકે મારી ધારેલી ઈચ્છા પ્રમાણે ફળની પ્રાપ્તિ થને, મને તીર્થંકર પદવી પ્રાપ્ત થજે, દેવગતિ મળી આવજો, અમુક સ્નેહી કે પતિપુત્રાદિકની પ્રાપ્તિ થજે. આ વેળાએ કદાચ કેઈના ઉપરનું વિરભાવ યાદ આવી જાય કેઈ આવેશમાં એમ પણ નિશ્ચય કરી નાખે કે મારા તપશ્ચર્યાદિ પુણ્યની શક્તિથી મારા શત્રુના કુળ-વંશને સર્વથા ઉરછેદ કરી શકે તેવું બળ કે શક્તિ અને પ્રાપ્ત થજે. અથવા મનાવા, પૂજાવાની ઈચ્છાથી, સત્કાર, માન પાનની ઈચ્છાથી, કે તેવા જ પાંચ ઈદ્રિના વિષયને અનુકૂળ વિષચેની ઈચ્છાથી, તેવી તેવી વસ્તુ પ્રાપ્ત થવાની માગણીઓ કરે છે. આવી માગણીઓનું પરિણામ તેમને માટે ભયંકર દાવાનળના વચમાં રહેલા નિવાસસ્થાન તુલ્ય દુઃખરૂપ થાય છે. પુણ્યાદિક ક્રિયાઓ કરી એટલે તેમના ધાર્યા પ્રમાણે ફળ તે મળે છે, તેમાં પણ વિશેષ એટલો છે કે તેમની ઈચ્છા જે વસ્તુ મેળવવાની હોય છે તે મળી શકે તેટલા પ્રમાણથી અધિક પુણ્ય હોય તે તે વસ્તુ મળે છે, તેટલું પુણ્ય ન હોય તે તે પ્રમાણે મળતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org