________________ ધ્યાનદીપિકા [ 151 ] વિમાનમાં બેસી, વિદ્યાધરીઓની સંગાતે, સુંદર આરામે, બાગબગીચાઓ, નંદનવન, આદિ સુંદર સ્થળોમાં વિહાર કરીએ. ક૯પવૃક્ષાદિ ઝાડાની સુંદર ઘટાઓમાં, સહેલગાહ થતી હોય, મલયાચળ જેવો મંદમંદ પવન આવતું હોય, કિન્નરોના ગાયનના મધુર શબ્દ કાને પડતા હોય, અહા ! આ મજાની તો વાત જ શી કરવી? આવામાં કોઈ શત્રુ વિદ્યાધર કે બીજે કઈ મારી પત્નીને ઉપાડી જાય-મારા સુખમાં વિદન કરે કે મારુ રાજ્ય લઈ લેવા ચડી આવે છે, ખરેખર હું સામો થઈ જાઉં અને મારામાં એવું બળ હોય કે મને કોઈ જીતી શકે જ નહિ. શત્રુઓનો નાશ કરી તેમની લક્ષ્મી લૂંટી લઉં, આખી દુનિયા મારે આધીન થઈ જાય, સર્વ ઠેકાણે મારે જ વિજય થાય, ઈત્યાદિ વિચારો કરતાં, જરા પવનનો ઝપાટો આવતાં આંખ ખૂલી જાય કે કોઈના શબ્દોથી તે વિચારધારા તૂટી જતાં, સાવચેત થઈ આવતાં, તપાસ કરતાં આ જે પાયા વિનાનો મહેલ ઊભે કર્યો હતો તે માંહીલું કાંઈ પણ દેખાય ખરું કે? ધુમાડાના જે બાચકા કે બીજું કાંઈ? સ્વપ્નામાં દેખેલ બનાવોથી આમાં કાંઈ અધિકતા ખરી કે? કાંઈ જ નહિ. અરે મૂર્ખતા! અહે અજ્ઞાન દશા ! કેવી ભયંકર ભૂલ ! માત! અમૂલ્ય માનવજીવનને કે અસાધારણ દુરુપ ગ? આટલા વિચારો કર્યા તેમાંથી કાંઈ મળ્યું ખરું કે ? વખત પણ નકામો ગયો, તેટલું આયુષ્ય ઓછું થયું, મન પણ તેટલું ચંચળ થયું અને પરિણામે (શૂન્ય) મીડું. આના કરતાં તેટલા વખત માટે પરમાત્માનું સ્મરણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org