________________ [ 146 ] ધ્યાનદીપિકા કરવી, શરીર હોવાથી તેમાં રોગાદિક ઉત્પન થવાનો સંભવ છે. આ રોગોમાં કેટલાક કિલષ્ટ કર્મના વિપાકથી ઉત્પન્ન થાય છે અને કેટલાક પોતાની ખાવાપીવાની બેદરકારીથી ઉત્પન્ન થાય છે. કેટલાક ચેપી રોગો એકબીજાના સહવાસમાં આવવાથી એઠું જુઠું ખાવાથી અને અસ્વચ્છતાથી ઉત્પન્ન થાય છે. ઘણી ઠંડી-ભિનાશવાળી કે દુર્ગધિત હવા વિગેરેના કારણથી પણ ઉપન્ન છે. મનુષ્યએ બને તેટલી સાવચેતી રાખી યોગ્ય ખાવા પીવાની, સ્વચ્છતાના અને ખુલ્લી શુદ્ધ હવા વિગેરેના નિયમો પાલન કરવા છતાં કઈ કર્મસંગથી રોગોની ઉત્પત્તિ થઈ આવી, તે આકુલવ્યાકુલ ન થતાં યેગ્ય ઉપચાર કરવા પણ તેના માટે આધ્યાનવાળા વિચાર ન કરવા. તેને માટે અહોનિશ ઝૂરવું નહિ. અરે! “આ મારે રોગ ક્યારે જશે? સ્વપ્નમાં પણ કઈ વખત આ રોગનો સમાગમ મને ન થાઓ,” ઈત્યાદિ વિચારો કરવાનું પરિણામ શું છે? કાંઈ જ નહિ. રોગના જ વિચારમાં તલ્લીનતા રાખવી–તેમાં જ એકાકાર થઈ જવું એ રોગચિંતા નામનું આ ધ્યાન છે-દઢ દેહાધ્યાસ છે. ભૂલેને બદલે મળ જ જોઈએ. કાંઈ પણ કર્યા વિના થતું નથી, તે પછી આ રોગ માટે તમે શું એમ ધારે છે કે તે તમારા કર્યા વિના થયો છે? નહિ જ, તમારી ભૂલની તપાસ કરો. ખાવાપીવાના નિયમો તમે સાચવ્યા નહિ હોય જરૂરિયાતથી અધિક પ્રયત્ન કર્યો હશે, બ્રહ્મચર્યના નિયમથી વિરુદ્ધ વર્તન થયું હશે કેઈની ઈર્ષા કરી હશે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org