________________
[ ૧૩૮ ]
દયાનદીપિકા
વાર આમંત્રણ આપ્યા પછી અને તે આમંત્રણને માન આપીને અમે તમારી આગળ આવ્યા પછી, અમે તે અમારા સ્વભાવ પ્રમાણે તમારી આગળ ઊભા રહીશું તે વેળાએ તમે આવા કેમ, ને તેવા કેમ? આ પ્રશ્ન કરી અમારે અનાદર કરશો-તિરસ્કાર કરશે અમને રજા આપશે, તે અમે બિલકુલ તમારી પાસેથી જવાના જ નહિ. ઊલટા અમારા અપમાનના બદલા ખાતર તમારી આગળ રહેવાની અમારી જે મુદત છે, તમે જેટલા દિવસ ખાતર તમારું આત્મભાન ભૂલી અમને ખરીદ્યા છે તે મુદતમાં વધારે કરીશું; તેથી વધારે વખત તમારી આગળ રહીશું અને એક વાર આમંત્રણ આપ્યા પછી જેટલો અમારે તિરસ્કાર કરશે તેટલા વધારે દિવસ અમે તમને છેડશું નહિ. જે અમે તમને ગમતા ન હોઈએ તે જેટલા દિવસનું અમને તમે આમંત્રણ આપ્યું છે તેટલા દિવસ રાજીખુશી થઈ અમને ભોગવી લે-સ્વીકારી લે એટલે અમે અમારી મુદત પૂરી થતાં સ્વાભાવિક રીતે જ તમારી પાસેથી ચાલ્યા જઈશું અને ફરી તમારા નિમંત્રણ સિવાય નહીં આવીએ. મતલબ કે શુભાશુભ કર્મના ઉદય વખતે તેના તરફ રાગદ્વેષ ન કરતાં સમભાવે તે કર્મો ભોગવી લેવાં એ જ આપણો તે વખત માટેને પુરુષાર્થ છે.
દેહ અને સ્વજન સંબંધીઓને હેરાન કરે, ઘાત કરે, તેવા અનિષ્ટ સંગે આવી મળતાં તેથી નારાજ થવું, તેને વિગ ચિંતવ એ આર્તધ્યાન છે. તેનાથી બચવાને ઉપાય ન શોધ એમ કહેવાનો અહીં આશય નથી. પણ મનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org