________________
ધ્યાનદીપિકા
[ ૧૦૭ ]
મુજબ વિચાર કરાવીએ અને મરજી મુજબ વિચાર બંધ કરાવીએ. લાંબે કાળે આ ટેવથી સારો ફાયદો થાય છે. મન કાબૂમાં આવે છે અને પછી જે જાતના વિચાર કરવાની ટેવ પડાવીએ છીએ તે સિવાય આપણી ઈચ્છાવિરુદ્ધ જુદી જાતના વિચારે કરવું તે અટકે છે. આપણે કહીએ તે જ જાતના વિચાર મન કરે અને ફરી આપણે તેને શી આજ્ઞા કરીએ તે સાંભળવાની રાહ જોતું મન બેસે. આ કાંઈ ઓછો ફાયદે થય ન કહેવાય.
વિશેષમાં આ લોક સ્વરૂપના વિચારે એવા સૂકા છે કે તેમાં રાગદ્વેષ ઉત્પન્ન થવા જેવા નિમિત્તો નથી, તેથી મને પણ સૂકું-લૂ છું એટલે મધ્યસ્થ-રાગદ્વેષ વિનાનું બનવાનો સંભવ છે.
જિનેશ્વર ભગવાન જેમાં જડ, ચિતન્યભાવે રહેલા જુએ છે તેનું નામ લોક કહે છે. ઉપાધિ ભેદથી તે ત્રણ પ્રકારે ઊર્વલક, અલેક અને તિર લોકો ઉપરનો ભાગ ઊર્વલોક કહેવાય છે, નીચેનો ભાગ અલેક ગણાય છે અને આપણે જે ભૂમિ ઉપર રહ્યા છીએ, તે તિઓંલક કહેવાય છે. શબ્દની વ્યાખ્યામાં ત્રણે ભાગોનો સમાવેશ થાય છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને આત્મા આ છ દ્રવ્યોપદાર્થો જેમાં રહેલા છે તે લોક કહેવાય છે, અને તે સિવાયને ભાગ અલોક ગણાય છે. અલકમાં આ છ દ્રવ્ય માંહેલું એક આકાશ દ્રવ્ય જ છે. આ લેક સ્વયંસિદ્ધ છે. તેને બનાવનાર કોઈ નથી, તેમ તેને માલિક-સ્વામી પણ કઈ નથી, અર્થાત્ પિતે જ માલિક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org