________________
ધ્યાદીપિકા
[ ૧૦૩]
નાર છે. તેની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે એમ ભવ્ય છે એ વિચાર કરે.
ધર્મના પવિત્ર દાન-દયાદિ માર્ગો જાણવા, સાથે તેના એક અંશને પણ સેવી-પાળીને ભવ્ય મુક્તિને ભજે છે; તે ધર્મના મહાન સ્વરૂપને સારી રીતે કહેવાને, કુશાસ્ત્રના વાદે વડે શું નાસ્તિક સમર્થ થશે કે ? નહિ જ.
ભાવાર્થ:- ધર્મની દુર્લભતા વિષે મનુષ્યએ વિચાર કરે કે દુનિયામાં બીજી સર્વ વસ્તુ મળવી સુલભ છે, પણ ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે, યાને દુઃખે પામી શકાય છે. મહાન પુણ્યરાશિ એકઠી થતાં આ મનુષ્યજીવન મળે છે. તેમાં પણ આર્ય દેશ, ઉત્તમ જાતિમાં જન્મ, પાંચ ઇંદ્રિયની પૂર્ણતા, નીરોગી શરીર, દીર્ઘ આયુષ્ય અને ધર્મ પ્રાપ્તિ ઈત્યાદિ દુર્લભ છે. ધર્મ સિવાય આર્ય દેશાદિ પ્રાપ્ત થાય છે તે પણ નિરર્થક થાય છે, માટે ધર્મપ્રાપ્તિ તે સર્વથી ઉત્તમ છે. આર્યદેશાદિ નિમિત્તો ધર્મ પ્રાપ્તિમાં સુલભ કારણરૂપે છે, છતાં પણ ધર્મ પ્રાપ્તિ થાય તો તે સફળ છે.
આ ધર્મ જ જગતમાં રહેલા જેને આધારભૂત છે. ધર્મ વિના અનેક જીવન વ્યતીત થયાં પણ તેનું પરિણામ - કાંઈ સારું આવ્યું જ નથી. ધર્મ વિના જીવન ઉચ્ચ થઈ શકે જ નહીં તેમાં પણ સર્વ જીવોને શક્તિ આપનાર, અભય આપનાર, આત્મસ્વરૂપે જોનાર ધર્મ તે જ ધર્મ નામને યોગ્ય છે, બાકી ધમનામધારક બીજા ધર્મ સમજવા.
ધર્મ દસ પ્રકારના છે. ક્ષમા–રાખવી અન્યને ક્ષમા આપવી. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org