________________
[ ૬૮ ]
ધ્યાનદીપિકા
ભાવાર્થ : -આ દેહ નાશ પામવાને છે તો તેને શ માટે પિષણ આપવું? આનો અર્થ એ નથી કરવાને તેને આહારપાણ આપ્યા વિના મારી નાખવું. આ વાત સમજવા જેવી છે કે રાફડાને તાડન કરવાથી સાપ મરવાને નથી. પખાલને ડામ આપવાથી પાડાનું દુઃખ દૂર થવાનું નથી, તેમ દેહને ભૂખે મારી નાખવાથી આત્મા કાંઈ સિદ્ધ થઈ જવાનો નથી કે જ્ઞાનસ્વરૂપ બની જવાને નથી. આશય એ છે કે અવશ્ય વિનાશ પામનારા આ દેહને માટે નાના પ્રકારના પાપ કરી મમત્વભાવે મહિને લીધે તેને પિ નહિ. જરૂરિયાતથી વધારે અને માદક પદાર્થોથી તેનું પોષણ ન કરો. તમારું મન અને ઇન્દ્રિયો કાબૂમાં ન રહે તે ઉન્માદ ઉત્પન્ન કરનારે ખોરાક તેને ન ખવરાવે. શરીરમાં અજીર્ણાદિ વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય અને કૂરતામાં વધારે થાય તેવા વિકારી ખોરાકથી દૂર રહો. આપણે આગળ કહી ગયા તેમ દેહ અને આત્મામાં અિક્ય નથી પરંતુ કુદરતના સંચાની માફક એટલે સંબંધ તો છે જ કે દેહને જેવા ખેરાકથી પોષીએ તેવા ખેરાકની કુદરતી અસર તમારા મન ઉપર થયા વિના રહેશે નહિ માટે ગમે તે ખોરાક લીધા પહેલાં તેના ગુણદોષ તપાસીને પછી જ તે આહાર ગ્રહણ કરે. તૃષા લાગી હોય ત્યારે ગમે તે પ્રકારે ગમે તેવા પાણીથી પણ તૃષા તૃપ્ત કરવા ઈચ્છા થાય છે ત્યારે જે અશુદ્ધ, ગંદું અને પિરાવાળું પાણી પિવાય તે તે શરીરમાં વિકાર ઉત્પન્ન કરી મન ઉપર પણ અસર કરે. માટે સાત્તિવક જોઈએ તેટલો જ અને પોષક કે જેથી દેહ ટકી શકે તે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org