________________
ધ્યાનદીપિકા
[ ૭૯ ]
વગેરે આ કિયા સ્કૂલ પ્રયત્ન સાધ્ય છે. અમુક વખત સુધી રહે છે પણ સત્તામાં તે વાસનાનાં બીજ હોવાથી પાછું ઉત્થાન થવા સંભવ છે, અર્થાત્ પાછું ફરીને તે દ્વાર ચાલુ થવા સંભવ છે. માટે તે દ્રવ્યસંવર છે.
સંસારના કારણરૂપ ક્રિયાથી વિરમી જવું તે ભાવસંવર છે. આ સંવરની કિયા ઘણા સૂકમ પ્રયત્નસાધ્ય છે. સત્તામાંથી બીજને સર્વથા નાશ થાય છે એટલે સંસારના નિમિત્તભૂત કિયા થતી અટકે છે, મનાદિ ગોને સર્વદા, સર્વથા શોધ કરનાર યોગીઓને-કેવલીઓને આ સંવર છેવટની સ્થિતિમાં હોય છે, પૂર્વને દ્રવ્યસંવર તે વૃદ્ધિ પામતાં ભાવસંવરનું સ્વરૂપ ધારણ કરે છે.
મનમાં જે જે જાતની વૃત્તિઓ ઊઠે છે તેના પ્રતિપક્ષભૂત સામી તેને હઠાવનાર વૃત્તિઓ પણ હોય છે, એટલે સંવરને ટુંકે અર્થ એ થયો કે આશ્રવવાળી કેઈ પણ જાતની વૃત્તિ ઊઠે કે તરત જ તેને અટકાવનાર તેની વિરેધિની વૃત્તિ સામી ઊભી કરવી કે જેથી પહેલી વૃત્તિ દબાઈ જાય. મનની અશુદ્ધ ભાવનાને શુદ્ધ ભાવના વડે દબાવવી, અગર તેનો નાશ સાધ. દષ્ટાંત તરીકે મિથ્યાત્વનાં પરિણામ થયાં તે તેની સામે તેના વિરોધી તરીકે સમ્યકત્વના નિર્મળ પરિણામ ઊભાં કરવાં. જેમકે નિત્યમાં અનિત્યની બુદ્ધિ થવી દુઃખમાં સુખની ભ્રાંતિ થવી, અનાત્મ પદાર્થમાં આત્મપણાની લાગણી થવી તે મિથ્યાત્વ પરિણામ કહેવાય છે. તેને બદલે નિત્યમાં નિત્યપણાની બુદ્ધિ, સુખમાં સુખપણાની લાગણી અને આત્મામાં આત્મપણાને નિર્ણય કરે તે સમ્યક્ પરિણામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org