________________
[ ૮૪ ]
ધ્યાનદીપિકા અનિચ્છાથી પણ જેટલું સહન કરવામાં આવે છે તેટલું પૂવે, જે કમ બાંધેલું છે તેમાંથી ઓછું થાય છે. આ સહનતાથી અકામ નિર્જરા થાય છે, જે અકામ નિર્જરા એકેદ્રિય જીવોથી લઈ પંચેદ્રિય જીવો પર્યત મિથ્યાદષ્ટિવાળા સર્વને કાયમને માટે હોય છે. જે જે વ્યક્તિઓને સકામ નિર્જરા કરવાની સત્તા હોતી નથી અગર તો તેવી નિર્જરાને લાયક હતી નથી તે તે વ્યક્તિઓને અકામ નિર્જરા હેાય છે, એટલે કે પૂર્વ કર્મના ઉદયે દુઃખ આવી પડે છે તે સહન કરવાથી પૂર્વ કમ ઓછાં થાય છે, પણ આત્મજાગૃતિ ન હોવાથી અજ્ઞાન અને રાગદ્વેષપૂર્વક તે પૂર્વ કર્મ ભોગવતાં નવીન કમ બંધ કરે છે. આવી રીતે વિશ્વમાં દરેક મનુષ્ય બલકે પ્રાણીને માટે અકામ નિર્જરા તો છે જ.
આ સિવાય પણ જે પંચધૂણી તાપવી, અજ્ઞાન તપશ્ચર્યા ઉપવાસાદિથી કરવી, વગેરે કષ્ટદાયક ક્રિયા પિતાનું આત્મબલ જાગ્રત થયા સિવાય અજ્ઞાનભાવથી કરવામાં આવે છે, તે સર્વથી અકામ નિર્જરા થાય છે, તેમ જ તે ક્રિયાઓ ભાવિ દુનિયાના સુખની ઈચ્છાથી કે કાંઈ પણ આશાથી કરાતી હેવાથી તેમાંથી પુણ્ય પણ થાય છે. પણ આ પ્રકરણ નિજ રાનું હોવાથી અહીં નિર્જરાને જ મુખ્ય રાખીને વિવેચન કરવામાં આવે છે. તે કમ જેટલું ભગવાય છે તેટલું પૂર્વના બાંધેલ કર્મમાંથી જ બહાર આવે છે તેથી તેનો નાશ તે થાય છે જએટલે આ નાશ પામતા-આત્મપ્રદેશથી ઓછા થતા કમને અકામ નિર્જરા કહેવામાં આવે છે. અકામ નિજરા મિથ્યાદષ્ટિને જ હોય છે. બાકી તે કર્મ ભોગવતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org