________________
ધ્યાનદીપિકા
[ ૯૧ ]
મોટે ભાગે લાગુ પડે છે. આ દેહ કાર્ય છે તો તેનું કારણ આ દેહ મળ્યા પહેલાના કર્મ હાવાં જ જોઈએ. અત્યારે જે દુઃખ અમુક મનુષ્ય અનુભવે છે તે કાર્ય છે, તે તેનું કારણ તે દુઃખ પહેલા હોવું જોઈએ. અત્યારે સુખ પ્રાપ્ત થયું છે તે તેનું કારણ તેના પહેલાનું શુભ કર્મ માનવું જ જોઈએ. તેવી જ રીતે વિચાર કરવાના સાધન તરીકે મન છે, બોલવા માટે વચનશક્તિ છે, તેમ જ મનુષ્યના આખા જીવનમાં જેટલા અનુકૂળ કે પ્રતિકૂળ, ઈટ કે અનિષ્ટ સંગો મળી આવે છે તે બધા કાર્યરૂપે હોવાથી તેનું કારણ તે મળ્યા પહેલાનું શુભ કે અશુભ કર્મ માનવું જોઈએ.
આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે અત્યારે આપણને જે અનુભવ કરવો પડે છે તે પૂર્વભવનો પ્રયત્ન છે, નવું કાંઈ નથી. આ પૂર્વના પ્રયત્નને જોર કરીને તરત ઉદયમાં લાવે તેને ઉદીરણા કહે છે. દષ્ટાંત તરીકે, દુઃખથી કંટાઘેલા, ક્રોધથી ધમધમી રહેલા, વહાલાના વિયોગથી વ્યાકુળ થયેલા, કેટલાએક અજ્ઞાની જીવો તે અસહ્ય દુઃખથી મરવાને તૈયાર થાય છે, આપઘાત કરે છે, પથ્થર વડે માથું ફેડે છે, આપઘાત કરી આયુષ્યનો નાશ કરે છે. આ સ્થળે એમ સમજાય છે કે તેઓ આ નિમિત્તોને પામી સત્તામાં રહેલા અશાતા (દુઃખમય) કર્મની ઉદીરણ કરી ઉદય બહાર લાવે છે. આયુષ્યને ટુંકું કરે છે આ ઉદીરણા છે, પણ તે ઉદીરણું તેમને ફાયદાજનક નથી. આ સ્થળે અજ્ઞાનદશા છે. આ ઉદીરણાથી દુઃખ ભોગવવાનું વહેલું ઉદય તે આવ્યું પણ તેથી તેના કર્મ નાશ પામી તે નિર્વાણની શાંત સ્થિતિ ભોગવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org