Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૯
આ પત્રમાં વર્ણવેલાં આત્માનાં છ પદનો વિસ્તાર શ્રીમદે‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં કર્યો છે અને તે છએ પદની વિચારણા ગુરુ-શિષ્યના સંવાદરૂપે રજૂ કરવામાં આવ્યાં છે. પ્રત્યેક પદ વિષે શિષ્ય પોતાની શંકા વિનીતભાવે રજૂ કરે અને ગુરુ તેનું સંતોષકારક સમાધાન આપે એવી યોજના શ્રીમદે ૪૫ થી ૧૧૮ સુધીની ગાથાઓમાં કરી છે.
આ બે કૃતિ વચ્ચેનો સંબંધ બતાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે
‘ષ૫દના અમૃતપત્રને શ્રીમદ્ની પરમ અમરકૃતિ આ આત્મસિદ્ધિશાસ્ત્ર સાથે ઘણો ગાઢ ઘનિષ્ઠ સંબંધ છે, કારણ કે બંનેમાં ષટ્કદનો વિષય સામાન્ય (Common) છે. આ પત્રમાં ષટ્કદનું સમગ્રપણે સૂત્રરૂપ સંક્ષેપ કથન છે, ષપદ એ આત્મસિદ્ધિનો મુખ્ય વિષય હોઈ આત્મસિદ્ધિમાં એનું શાસ્ત્રીય વિસ્તરીકરણ છે. આત્મસિદ્ધિમાં આ ષપદનો સૂક્ષ્મ તત્ત્વવૈજ્ઞાનિક શાસ્ત્રીય વિચાર બહલાવ્યો છે. આ ષટ્યદપત્રમાં સમ્યગ્દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત ષટ્કદનો મહિમાતિશય ઉલ્લસાવ્યો છે. આત્માની મહાગીતા આત્મસિદ્ધિમાં ષટ્કદ દ્વારા આત્માનું દિવ્ય ગાન ગાયું છે. આ ષટ્કદપત્રમાં આ ષટ્કદ અને તેની પ્રાપ્તિના મૂળ સદ્ગુરુ ભગવાન પ્રત્યેની અદ્ભુત ભક્તિનું અમૃતપાન પાયું છે. આ અવનિના અમૃતસમી આત્મસિદ્ધિ પૂર્વે ત્રણ વર્ષ પહેલાં લખાયેલો આ તેનો પુરોગામી અમૃતપત્ર તે અમૃતરસનો જાણે પ્રાક્ાદ પૂર્વાસ્વાદ (fore-taste) કરાવે છે!'૧
ગાથા-૪૩
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે ‘આત્મા છે', ‘તે નિત્ય છે', સ્ફુરે સદા ઉપયોગ; જાણે દેખે સદ્દહે, નિજ પર ભાવ પ્રયોગ. પરિણામિક પણાં થકી, છે કર્તા નિજકર્મ'; ત્રિવિધ જિનેશ્વર ઉપદીશે, સર્વ પદાર્થ સ્વધર્મ.
Jain Education International
–
કર્તા જેવો હોયે, તે ફળ ભોગવનાર; ‘છે ભોક્તા', ‘વળી ‘મોક્ષ છે', સ્વસ્વરૂપે રહેનાર. સત્સંગાદિ સાધનો, સદ્ગુરુ ગમ લહી મર્મ; સમ્યક્ આત્મ ઉપાસના, ‘મોક્ષ ઉપાય સુધર્મ.'રે
***
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૦૬
૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૬૯-૧૭૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org