Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છઠું થાનક મોક્ષતણું છે, સંજમ જ્ઞાન ઉપાયો રે, જે સહજે લહીએ તો સઘળે, કારણ નિષ્ફલ થાયો રે; કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિણ જૂઠી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી, સીપ ભણી જે ફરિયા રે. કહે કિરિયાનય કિરિયા વિણ જે, જ્ઞાન તેહ શું કરશે રે, જલ પેસી કર પદ ન હલાવે, તારૂ તે કિમ તરશે રે? દૂષણ ભૂષણ જે ઇહાં બહોળાં, નય એકેકને વાદે રે,
સિદ્ધાંતી તે બેહુ પખ સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે.'
છઠું સ્થાનક મોક્ષનો ઉપાય છે. મોક્ષનો ઉપાય ક્રિયા અને જ્ઞાન છે. જ્ઞાન અને ક્રિયા બને વડે મોક્ષ થાય છે. મોક્ષ જો પ્રયાસ વિના સહેજે મળતો હોય તો બીજાં બધાં કારણ નિષ્ફળ જાય. કારણ વિના કાર્ય બનતું જ નથી, માટે જ્ઞાન અને ક્રિયારૂપ કારણો વડે મોક્ષરૂપ કાર્ય બને છે. જ્ઞાનવાદીઓ એવું કહે છે કે કોઈ અજ્ઞાની માણસને રૂપે જડે, પણ તેને રૂપાનું જ્ઞાન ન હોવાથી એને પડતું મૂકી છીપને લેવા જાય છે; માટે જ્ઞાન જ સાચું છે, તે વિના બધી ક્રિયા જૂઠી છે. ક્રિયાવાદીઓ એવું કહે છે કે ક્રિયા વિના એકલું જ્ઞાન શું કરી શકે? તરવાનું જ્ઞાન હોવા છતાં પણ જો તરનાર પાણીમાં પડીને હાથ પગને હલાવે નહીં તો તે શી રીતે કરી શકે? દરેકે દરેક નયવાદના અનેક ગુણ-દોષ છે, પણ જ્ઞાનવંત એવી સ્યાદ્વાદમતિ તે જ્ઞાનનય અને ક્રિયાનય બન્નેને પ્રમાદરહિતપણે સાધે છે, કેમ કે એકલા જ્ઞાનથી તેમજ એકલી ક્રિયાથી કોઈ કાર્ય થતું નથી. જ્ઞાન અને ક્રિયા બન્નેથી જ કાર્યસિદ્ધિ થાય છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની આ કૃતિની છાયા શ્રીમદ્ ઉપર પડી હતી એમ સ્પષ્ટ જણાય છે. તેથી જ શ્રીમદે છ પદના પત્રમાં એ વાત સ્પષ્ટ કરી છે કે “શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે.” આ ષપદનો વિસ્તારપૂર્વક વિચાર કરવાથી અને તેનો યથાર્થ તત્ત્વનિશ્ચય થવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે, માટે જ આ છ પદને શ્રીમદે “સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક' તરીકે બિરદાવ્યાં છે અને એનો અત્યંત મહિમા ગાયો છે. તે પત્રનું અવગાહન કરતાં આ છ પદની ઉપયોગિતા, મહત્તા અને હિતકારિતા સહજ જ લક્ષમાં આવે છે.
આ છે પદનો પત્ર મુખપાઠ કરવાની શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈ, શ્રી અંબાલાલભાઈ, શ્રી લલ્લુજી મુનિ આદિ મુમુક્ષુઓને આજ્ઞા કરી હતી, પણ આ કૃતિ ગદ્યમાં હોવાથી મુખપાઠ કરવી સુગમ નહીં હોવાની મુશ્કેલી શ્રી સૌભાગ્યભાઈએ શ્રીમદ્ પાસે રજૂ કરતાં, શ્રી સૌભાગ્યભાઈની વિનંતિથી શ્રીમદે ‘આત્મસિદ્ધિ' નામની પદ્યકૃતિની રચના કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org