________________
[ ૩૭
ર: શ્રી અજિતનાથ સ્તવન
પાંચ સમવાયી કારણમાં “પુરુષાર્થ” પાંચમાં ભવ્ય સ્થાને આવે છે. કાળ, સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), કર્મ અને પુરુષાર્થ એ પાંચ કારણોને સમુદાય એકઠો થાય ત્યારે કઈ પણ કાર્ય બને છે. જૈન તત્વમાં આ પાંચ કારણમાં પુરુષાર્થને પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે. જે પુરુષાર્થ અથવા ઉદ્યમને સ્થાન ન હોય તે કર્મો તે જોર પકડી પ્રાણુને સંસારમાં રખડાવ્યા જ કરે. અને, ખરી રીતે જોઈએ તે, સારા કે ખરાબ કર્મને બાંધનાર પણ પુરુષાર્થ (ઉદ્યમ) જ છે. વળી, આત્મા જ્યારે ઉદ્યમ કરે ત્યારે એ કર્મની ઉપર વિજય મેળવી લે છે અને પિતા માટે અજર-અમર.નિરંજન-નિરાકાર સ્થાન પ્રાપ્ત કરી શકે છે. એટલે પુરુષાર્થને વિકાસમાગમાં અતિમહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એ પુરુષાર્થને જે અમલ કરે તે
પુરુષ” કહેવાય. વીતરાગ ભગવાનને ચેતનરાજ કહે છે કે આપે તે પુરુષાર્થ કરી કર્મો પર વિજય મેળવ્યું એટલે આપ તે સામ્રાજ્યશાળી નરપુંગવ થયા, પણ મને એમ થાય છે કે મારું “પુરુષ” નામ કેમ ઘટે? કઈ મને ચેતનરામ કહે, કે મને આત્મારામ કહે, કોઈ મને આનંદઘન કહે છે કે ઈ મને લડે વીર કહે, પણ હું એ (ઉપર જણાવેલા-પુરુષ) નામને યોગ્ય કેમ કહેવાઉં? એટલા માટે મેં વીતરાગ દેવનો આદર્શ સ્વીકાર્યો. આપને પ્રીતમ-પ્રિયતમ તરીકે સ્વીકાર્યા, તે આપને માર્ગ નિહાળી, આપને માગે આવી જવાની હવે મારી ફરજ બને છે.
ચેતનરાજને અહીં શંકા પડી કે જેને ભગવાને જીત્યા તેનાથી જ પિતે જિતાઈ ગયે છે ભગવાનને જે પગ તળે છે, તે પિતાને માથે સરદારી કરી રહ્યા છે તે ભગવાનના જેવા થવાને રસ્તે ખરેખર તે એ જ છે કે વીતરાગ જે માગે ચાલ્યા તે પંથને નિહાળો અને વીતરાગના પંથને અનુસરવું એ રસ્તે પિતાને નિસ્તાર થશે અને એમ બનશે ત્યારે પિતાનું “પુરુષ નામ સાર્થક થશે એ વિચારે ચેતનજીએ અજિતનાથ ભગવાન–વીતરાગદેવના માર્ગનું વિલેકન કરવા નિર્ણય કર્યો. વિલેકન માત્ર જિજ્ઞાસા તૃપ્તિ માટે નથી, પણ એમાં પિતાના પુરુષાર્થને અવકાશ આપવાની તીવ્ર ઇચ્છા પણ જણાઈ આવે છે. ચેતન વીતરાગના આદર્શ માર્ગને નિહાળવાના કામમાં પડે છે, ત્યાં એને કે અનુભવ થાય છે અને છેવટે એ આશાવાદી ચેતનરાજ કેવા નિર્ણય પર આવે છે તે હવે વિચારીએ. (૧)
ચરમ નયણુ કરી મારગ જેવા રે, ભૂલો સહેલ સંસાર;
જીણ નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. પંડાર પાઠાંતર–ચર – ચર્મ (છાપેલ પુસ્તકમાં જ). નયણ – નયણે. જેવતો – જોવતાં. ભૂલે – ભૂલ્યો (છાપેલમાં જ). એક પ્રતમાં ટેકનું પદ “વાટડી વિલેકું રે” દરેક ગાથાને છેડે મૂકે છે. (૨)
શબ્દાર્થ–ચરમ = અંતિમ; ચમ, ચામડાની, રધૂળ. નયન કરી = નયણ વડે નયને, આંખે વડે (તૃતીયા). જોવતાં = જોતાં, દેખતાં. ભૂલે = આડે રસ્તે ચઢી ગયેલો, ખોટે મારગે ઊતરી ગયેલો, ( વિશેષણ). ભૂલે – ગફલતી ખાઈ ગયો ( ક્રિયાપદ). યેલ = આખે. સંસાર = જનતાને સમૂહ, લોકોનું સમુચ્ચય નામ. જીણ = જે. જોઈએ = જેવો જોઈએ. ત્યણ = આંખ. દિવ્ય = અદ્ભુત, અલૌકિક, વિશિષ્ટ. દિવ્ય નયન = જ્ઞાનદષ્ટિ (જાઓ ગાથા પાંચમી) વિચાર – જાગુ, ધાર, સમજ (અનિયમિત વર્તમાન બીજા પુરુષનું એક વચન), (૨)