________________
૪ શ્રી અભિનંદન જિન સ્તવન
[૧૪૩ દશનપ્રાપ્તિને પરિણામે પ્રાણીમાં દશ પ્રકારના વિનયગુણ આવી જાય છે. એ દશ વિનય સહણની નિર્મળતાને અંગે પ્રાપ્ત કરવા યોગ્ય ગણાય છે. અત્રે દસ પ્રકારના વિનયને નામનિર્દેશ કરી જઈએ. નીચે જણાવેલ દશમાંથી બને તેટલાને તેમના સ્થાનને યોગ્ય માન આપવાથી અને તેમને અનુકૂળ થવાથી પિતાના ગુણની નિર્મળતા થાય છે. એ દશનાં નામો આ પ્રમાણે છે –
(૧) આકરા કર્મો પર વિજય મેળવી દુનિયાને ઉપદેશ આપનાર “અરિહંત'; (૨) સર્વ કર્મોને ક્ષય કરી મૂળ–અસલ આત્મદશા પ્રાપ્ત કરનાર “સિદ્ધ'; (૩) પ્રભુની ગેરહાજરીમાં તેમના પ્રતીક માટેનું સ્થાન તે “ચૈત્ય '; (૪) વિશુદ્ધ જ્ઞાન દ્વારા આત્મસ્વરૂપ અને ક્રિયામાર્ગ બતાવનાર “મૃત”; (૫) નય, નિક્ષેપ, સપ્તભંગી, આત્મદશા, વીતરાગભાવ બનાવનાર “ધર્મ'; (૬) મોક્ષમાર્ગને સાધક, બાહ્ય ઉપાધિને ત્યાગી, આદર્શ આરાધક સાધુ ; (૭) સાધુ-સમુદાયને આચાર શીખવે, પિતે પાળે, વર્ગની નિયામણા કરે તે “આચાર્ય'; (૮) ધર્મનાં અંગો વગેરેનો અભ્યાસ કરનાર કરાવનાર, અર્થ પઢાવનાર “ઉપાધ્યાય'; (૯) ધર્મના દ્રવ્યાનુયેગચરણાગને ઉપદેશ આપનાર વક્તા તે “પ્રવચની '; (૧૦) જેની પ્રાપ્તિને આપણે આ સ્તવનમાં વિચાર કરી રહ્યા છીએ તે “દર્શન.”
આ દશે પ્રકારના વિનયને વિચાર કરતાં જેમાં “દર્શન” કેન્દ્ર સ્થાને છે, તેમાં આંતર શક્તિ કેટલી વૃદ્ધિ પામતી જાય છે, તે ગ્રાહ્યમાં લેતાં એનું મહત્ત્વ સમજાય છે અને એને વિચાર કરતાં દશનની તલસના, જે આ સ્તવનની શરૂઆતથી જાગતી જતી બતાવી છે; તે ખૂબ વધી જાય છે અને તે મેળવવા વધારે વધારે જિજ્ઞાસા જામતી જાય છે.
ભગવાનને કહે છે કે આપના દર્શનને પ્રાપ્ત કરવાની મારી તલસનારૂપ કામ હું હાથમાં લઈને બેઠો છું, તે જે પાકી જાય, જે તે કામ થઈ જાય, તે મારા જન્મ-મરણનો ત્રાસ આળસી જાય અથવા એનું તરસણ થઈ જાય, એની કાપણી થઈ જાય.
દરિસન દુલભ –દનપ્રાપ્તિની દુર્લભતા આ આખા સ્તવનમાં ગાઈ છે. જે આપના દર્શનની પ્રાપ્તિનું કામ થઈ જાય તે જનમ-મરણનો ત્રાસ મટી જાય. વસ્તુની મહત્તા લાગી અને સાથે એની દુર્લભતા લાગી, એટલે આ તે વામનજીને ઝાડ પર લકટતું અમૃત જેવું આમ્રફળ મેળવવાની સ્થિતિ થઈ. એ ફળને મૂકયું જાય નહિ અને સહજભાવે એ પ્રાપ્ત થઈ શકે તેમાં ઘણું વિષમતા દેખાણી.
સુલભ કપા થકી ”—પણ એ દર્શન મારા આનંદઘન દેવ ! આપની કૃપાથી સુલભ થાય તેમ છે. આ કૃપાની હકીકત ખૂબ વિચારણા માગે છે જ્યાં સુષ્ટિકર્તા ઈશ્વર માનવામાં આવે ત્યાં તે ઈશ્વર-અનુગ્રહ કે ભગવાનની કૃપાથી કઈ પણ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે એ વાત સમજાય તેવી છે, પણ અનાદિ સુષ્ટિ માનનાર જૈન તત્વજ્ઞાનમાં ભગવાનની કૃપાને શું સ્થાન હોઈ શકે, તે ખાસ વિચારણીય પ્રશ્ન છે. આ આખા પ્રશ્નની વિચારણા, પ્રસંગે ઉપસ્થિત