Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 504
________________ ૪૮૮] શ્રી આનંદઘન-વીશી સ્તવન (રાગ માંરૂણી ધનશ્રી ગિરિમાં ગેરે ગિરૂઓ મેગિરિ ચઢો રે એ-દેશી) કરુણા-કલ્પલતા શ્રી મહાવીરની રે, ત્રિભુવન મંડપમાંહિ પસારી રે મીસરી રે પરે મીઠી અભયે કરી રે. ૧ અથ_શ્રી મહાવીર સ્વામીની કરુણારૂપ કલ્પવેલ સ્વર્ગ, મર્યાં અને પાતાળ-એમ ત્રણે લેકમાં ફેલાઈ ગઈ છે, તે અભયદાન આપવાના ગે કરી સાકરની પેઠે મીઠી છે, ચોતરફ ત્રણે લેકમાં ફેલાયું છે. (૧) ટો-જ્ઞાનવિમળસૂરિ આ સ્તવનને અર્થ લખતાં જણાવે છે કે-આ મહાવીર જિનની કરુણા પર-દુઃખ ટાળવારૂપ જે કપલતા–વેલડી એટલે ક૯પવેલ તે ત્રિભુવન–સ્વર્ગ, મૃત્ય. પાતાળ-રૂપ માંડવાને વિષે પ્રસરી-વિસ્તરી છે. તે કેવી છે? જેમ મીસરી એટલે સાકર પ્રમુખ મીઠાઈ દ્રવ્ય, તેથી પણ અધિક મીઠી છે, અભયદાન રસે કરીને. (૧) વિવેચન-કરુણા તે કલ્પવેલડી જેવી છે. જેમ કલ્પની વેલડી પાસે જે માંગીએ તે છે. છે, જે ઇચ્છીએ તે હાજર થઈ જાય છે—જેમ યુગલિક સમયમાં બનતું હતું–તેમ મહાવીર સ્વામીની કરુણા કલ્પલતા જેવી છે, એની પાસે જે માગે તે મળે તે સ્વર્ગ, મર્યાં અને પાતાળના લેકમાં પ્રસરેલી છે. ભગવાનની કરુણુ કાંઈ અમુક વર્ગના, ધર્મના કે સગાં સુધીની નથી, પણ એ સાર્વત્રિક છે, દુનિયાના ત્રણ લોકના પ્રાણીને લાગે છે. અને એ કરુણારૂપ કલ્પલતા તે સાકરના જેવી મીઠી છે, તેનું કારણ તેમાં અભયદાનનું તત્વ ભળેલું છે તે છે. મારા સંબંધમાં આવનાર ત્રણ ભુવનને ગમે તે પ્રાણી કઈ પણ પ્રકારને ભય ન પામો, તે સુખી થાઓ, એવા અભયસે કરી એ વ્યાપ્ત છે. આવી સુંદર કરુણ અભયરસથી મિશ્ર થઈ સાકરના જે સ્વાદ આપે છે. એવા મહાવીર પ્રભુ છે, અને એવી તેમની સાકારમિશ્રિત કરણા છે. તે વીર પ્રભુને હું સ્તવું છું. (૧) શ્રી જિન આણે ગુણઠાણે આરોપતાં રે, વિરતિતણે પરિણામ પવને રે; અવને રે અતિ હિ અમાય સભાવ રે. ૨ શબ્દાથ-કરુણા = દયા, sympathy. કપલતા = કલ્પવેલડી, ઇચ્છિત પૂરનાર વેલડી, મહાવીરની = વીશમા પ્રભુ શ્રી મહાવીરસ્વામીની, તીર્થકર વીતરાગ દેવની. ત્રિભુવન = સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં. મંડપ = માંડવો, વિશ્રામસ્થાન, વિશાળ જગા. પસારી = ફેલાવી, વિસ્તારી. મીસરી = મિશ્રી, સાકર, મીઠાઈ પર = પેઠે. મીઠી = ગળી. અભયે = અભયદાનથી, જીવોને અભય આપવાથી. કરી = વડે, તેનાથી. (૧) શબ્દાર્થ_શ્રી જિન = શ્રી તીર્થકર, જિનેશ્વર દેવ—તેમની. આણા = આજ્ઞા, ફરમાન, કહેવું છે. ગુણઠાણે = ગુણસ્થાનકે, ચોથે ગુણઠાણે. આરોપતાં = તન્મય કરીએ, તપ પરિણાવીએ. વિરતિ = ત્યાગભાવે, તજ, એટલે પાંચમે ગુણઠાણે જતાં. તણે = ને, ના. પરિણામ=જમાવીએ, કરીએ. પવને = હવાએ, વાયરાએ. અવને = રક્ષણ, સાચવવું. અતિ હિ = ધણી. અમાય = નિપટ ભાવ. (૨)

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536