Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 506
________________ ૪૯૦ ] શ્રી આનંદઘન-ચોવીશી અનેકાંત સ્યાદ્વાદ પ્રત્યક્ષ પક્ષ પ્રમાણદિકમાં ભળતી છે. વળી કેવી છે? સંશય-ભ્રમરૂપ તાપ, તેને એ દળતી છે. (૩) વિવેચન-એ ભગવાનની કરુણા-કલ્પવેલડી સર્વ સંવરના ફળ વડે કરીને ફળવતી થાય છે, અને એમાં અનુભવરસ મળતું આવી જાય છે તેમ જ અનેકાંતમતના પ્રત્યક્ષ—પક્ષ ભાવને અનુરૂપ છે. આવી એ ભગવાનની કરુણા-કલ્પલતા છે. સંવર, બાર ભાવના વગેરે ભેદે, કર્મની આવક-સામે બંધન છે. તે આવકનાં બારણાં બંધ કરેલાં હોય તેને સંવર કહેવામાં આવે છે. એ સંવરની વિગત “પ્રશમરતિ’માં, “નવતત્ત્વ પ્રકરણમાં તથા કર્મના લેખમાં મેં વિગતવાર લખી છે. આ સંવરરૂપ ફળ તે કલ્પલતા પર થાય છે, એવી સુંદર કલ્પલતારૂપે એ કરુણ-વેલડી. અને એ કરુણાની સાથે અનુભવ અને અનેકાંત ભળતા છે, તેને તે અનુરૂપ છે. અનુભવ એટલે અંદરની મન અને હૃદયપૂર્વકની સારી જાગૃતિ, અને આખે જૈનધર્મ એટલે અનેકાંતવાદ. આ કરુણાભાવમાં અનુભવ અને અનેકાંત અને તેને સિદ્ધ કરનાર પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ અને તેનાથી સિદ્ધ થતે સ્યાદ્વાદ; એમાં બરાબર ભળી જાય એવી ભગવાનની કરુણા છે. અને સંશય અને તેનાથી થતે ભ્રમ અને તેનાથી થતી ગરમીને એ દળી નાખનાર છે. એટલે આ વસ્તુ આમ હશે કે તેમ હશે તેવા પ્રકારની શંકાને લીધે ઉત્પન્ન થતા ભ્રમ, તેનાથી થતા તાપને દળી નાખનાર-કાઢી નાખનારએ કરુણા છે. એટલે ભગવાનની કરુણું સાથે પાછો સંવરભાવ, અનેકાંતન્યાય અને સંશયન દરીકરણ એ ત્રણ ભાવે જોડાયેલા છે. એ કરુણાભાવ સાથે બીજી અનેક ત્રિભંગીઓ લાગે છે, તે આવતી ગાથમાં વિચારશે. (૩) ત્રિવિધ વીરતા જેણે મહાવીરે આદરી રે, દાન-યુદ્ધ-તપ રૂપ અભિનવ રે; ભવોભવિ રે દ્રવ્ય-ભાવથી ભાષી રે. ૪ અર્થ જેણે-ભગવંત શ્રી મહાવીરે-ત્રિવિધ-ત્રણ પ્રકારની–વીરતા આદરી છે, તે કઈ : દાનવીરતા ૧, યુદ્ધવીરતા ૨, તવીરતા ૩. ભવભવથી અભિનવ-નવી દ્રવ્યથી અનભાવથી તે ટઓ જેણે-ભગવતે શ્રી મહાવીરે-ત્રિવિધ-ત્રણ પ્રકારની–વીરતા આદરી છે, તે કઈ ? દાનવીરતા ૧, યુદ્ધવીરતા ૨, તપવીરતા ૩. ભવભવીથી અભિનવ-નવી દ્રવ્યથી અનભાવથી ઉલ્લેષણ કરી છે. (૪) વિવેચન–જે મહાવીર પ્રભુએ ત્રણ પ્રકારની વીરતા આદરી છે, તેનાં નામ માત્ર આ | શબ્દાર્થ –ત્રિવિધ = ત્રણ પ્રકારની, આગળ કહેવામાં આવતા ત્રણ પ્રકારની. વીરતા = બહાદુરી. જેણે - જેમણે. મહાવીરે = મહાવીરસ્વામીએ. આદરી = શરૂ કરી. દાન = બીજાને દેવું તે, આપવું તે. યુદ્ધ = લડાઈ યૌગિક). તપ = ત્યાગ, તપ. અભિનવ = નવીન પ્રકારની. ભવોભવિ = ભવોભવમાં. દ્રવ્ય = પૈસાથી, સત્તાથી, ભાવથી = પ્રેમથી, potentially. ભાષી = ઉદ્ઘોષણા કરી. જાહેરાત કરી. (૪).

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536