________________
૪૯૦ ]
શ્રી આનંદઘન-ચોવીશી અનેકાંત સ્યાદ્વાદ પ્રત્યક્ષ પક્ષ પ્રમાણદિકમાં ભળતી છે. વળી કેવી છે? સંશય-ભ્રમરૂપ તાપ, તેને એ દળતી છે. (૩)
વિવેચન-એ ભગવાનની કરુણા-કલ્પવેલડી સર્વ સંવરના ફળ વડે કરીને ફળવતી થાય છે, અને એમાં અનુભવરસ મળતું આવી જાય છે તેમ જ અનેકાંતમતના પ્રત્યક્ષ—પક્ષ ભાવને અનુરૂપ છે. આવી એ ભગવાનની કરુણા-કલ્પલતા છે.
સંવર, બાર ભાવના વગેરે ભેદે, કર્મની આવક-સામે બંધન છે. તે આવકનાં બારણાં બંધ કરેલાં હોય તેને સંવર કહેવામાં આવે છે. એ સંવરની વિગત “પ્રશમરતિ’માં, “નવતત્ત્વ પ્રકરણમાં તથા કર્મના લેખમાં મેં વિગતવાર લખી છે. આ સંવરરૂપ ફળ તે કલ્પલતા પર થાય છે, એવી સુંદર કલ્પલતારૂપે એ કરુણ-વેલડી. અને એ કરુણાની સાથે અનુભવ અને અનેકાંત ભળતા છે, તેને તે અનુરૂપ છે. અનુભવ એટલે અંદરની મન અને હૃદયપૂર્વકની સારી જાગૃતિ, અને આખે જૈનધર્મ એટલે અનેકાંતવાદ. આ કરુણાભાવમાં અનુભવ અને અનેકાંત અને તેને સિદ્ધ કરનાર પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ અને તેનાથી સિદ્ધ થતે સ્યાદ્વાદ; એમાં બરાબર ભળી જાય એવી ભગવાનની કરુણા છે. અને સંશય અને તેનાથી થતે ભ્રમ અને તેનાથી થતી ગરમીને એ દળી નાખનાર છે. એટલે આ વસ્તુ આમ હશે કે તેમ હશે તેવા પ્રકારની શંકાને લીધે ઉત્પન્ન થતા ભ્રમ, તેનાથી થતા તાપને દળી નાખનાર-કાઢી નાખનારએ કરુણા છે. એટલે ભગવાનની કરુણું સાથે પાછો સંવરભાવ, અનેકાંતન્યાય અને સંશયન દરીકરણ એ ત્રણ ભાવે જોડાયેલા છે. એ કરુણાભાવ સાથે બીજી અનેક ત્રિભંગીઓ લાગે છે, તે આવતી ગાથમાં વિચારશે. (૩) ત્રિવિધ વીરતા જેણે મહાવીરે આદરી રે, દાન-યુદ્ધ-તપ રૂપ અભિનવ રે;
ભવોભવિ રે દ્રવ્ય-ભાવથી ભાષી રે. ૪ અર્થ જેણે-ભગવંત શ્રી મહાવીરે-ત્રિવિધ-ત્રણ પ્રકારની–વીરતા આદરી છે, તે કઈ : દાનવીરતા ૧, યુદ્ધવીરતા ૨, તવીરતા ૩. ભવભવથી અભિનવ-નવી દ્રવ્યથી અનભાવથી તે
ટઓ જેણે-ભગવતે શ્રી મહાવીરે-ત્રિવિધ-ત્રણ પ્રકારની–વીરતા આદરી છે, તે કઈ ? દાનવીરતા ૧, યુદ્ધવીરતા ૨, તપવીરતા ૩. ભવભવીથી અભિનવ-નવી દ્રવ્યથી અનભાવથી ઉલ્લેષણ કરી છે. (૪)
વિવેચન–જે મહાવીર પ્રભુએ ત્રણ પ્રકારની વીરતા આદરી છે, તેનાં નામ માત્ર આ | શબ્દાર્થ –ત્રિવિધ = ત્રણ પ્રકારની, આગળ કહેવામાં આવતા ત્રણ પ્રકારની. વીરતા = બહાદુરી. જેણે - જેમણે. મહાવીરે = મહાવીરસ્વામીએ. આદરી = શરૂ કરી. દાન = બીજાને દેવું તે, આપવું તે. યુદ્ધ = લડાઈ યૌગિક). તપ = ત્યાગ, તપ. અભિનવ = નવીન પ્રકારની. ભવોભવિ = ભવોભવમાં. દ્રવ્ય = પૈસાથી, સત્તાથી, ભાવથી = પ્રેમથી, potentially. ભાષી = ઉદ્ઘોષણા કરી. જાહેરાત કરી. (૪).