________________
ર૪-૩ : શ્રી મહાવીર્ જિન સ્તવન
[ ૪૮૯
અથ—તે અમૃતવેલી તે જિનઆજ્ઞાને અનુસરવાને ગુણસ્થાનકે એટલે ચાથે ગુણસ્થાનકે એટલે અવિરતિ શ્રદ્ધાન ગુણસ્થાનકે તે સમકિતરૂપ પ્રાણ આરોપીએ, પરમ શુભ પવને કરી પરિશુમાવીએ અને એ વેલને નિષ્કપટતારૂપ જે સહજ સ્વભાવ, તેનાથી(અપૂર્ણ છે, તેથી આવતી ગાથા જુએ.) (૨)
ટો—તે કરુણારૂપ અમૃતવેલી, તે જિનઆજ્ઞાને ગુણઠાણે શ્રદ્ધાન ગુણુઠાણું તે, સમક્તિરૂપ સ્થાન આરોપીએ; વિરતિ તેણે પિરણામ શુભ પવને કરી પરિણમાવીએ. તે વેલડીનું અવન એટલે રાખવું, સ્પ્રે કરી ? અમાય એટલે નિઃકપરૂપ સહજભાવથી. (૨)
વિવચન—જિનેશ્વર ભગવાનની-શ્રી મહાવીર પ્રભુની-આજ્ઞા ગુણસ્થાનકે આરોપણ કરવી અને તે વખતે વિરતિના પરિણામ રાખવા; એ પરિણામરૂપ પવને કરી કરુણા-કલ્પવેલી હાલેચાલે, અને તે વખતે માયાના ત્યાગ કરી સ્વસ્વભાવમાં આવી જવું. આ રીતે એ કરુણા-કલ્પવેલડીનું પોષણ કરવું. પ્રભુની આજ્ઞા સ્વીકારવારૂપ ચતુર્થ અવિરતિ સભ્યષ્ટિ ગુણઠાણે વિરતિ–ત્યાગભાવના પરિણામ કરવા એટલે પાંચમે ગુણસ્થાનકે જવા નિય કરવે. આ ગુણસ્થાનક આરોહણુરૂપ પવન તદ્ન માયાના ત્યાગપૂર્ણાંક ગ્રહણ કરવા. માયાને ત્યાગ કરવાનું અત્ર કહેવામાં આવ્યું છે તે ઘણું સૂચક છે. માણસાને ગોટા વાળવાની ટેવ પડેલી હોય છે. એ કરુણા-વેલડી હોવાનો ઢોંગ કરે તે તેના સ્વભાવ નથી; પણ અનાદ્દિકાળથી વિભાવ એને સ્વભાવ થઈ પડથો છે, તે કારણે ખરા ધર્મને બદલે એ ર્મિષ્ઠ હોવાના દેખાવ કરી પોતાની જાતને અને પરને છેતરે છે. એ સ પદ્ધતિ મૂકી દઈ નિષ્કપટ ભાવે ત્યાગભાવરૂપ પાંચમે ગુણઠાણે આવે. ત્યાં પછી શું થાય તે આગળ આવતી ગાથામાં કહેશે અને કરુણા-કલ્પતાનું વધારે વણુ ન પણ કરશે. (૨)
સ સવર ફલે કલતી મિલતી અનુભવે રે, શુદ્ધ અનેકાંત પ્રમાણે ભલતી રે; દલતી રે સંશય-ભ્રમના તાપને રે. ૩
અથ—તે વેલડી (કરુણા-કલ્પલતા) સંવરરૂપ ફળે કરી ભરાવદાર છે, અને એ વેલડી અનુભવને મળતી છે, તેમ જ અનેકાંત પ્રમાણે બહુ મળતી-ભળતી આવે છે. અને કોઇ પ્રકારની શકા થાય કે, આ હશે કે તેમ એવા ભરમ થઈ જાય છે, તેને દૂર કરનારી અને તેને ખલાસ કરનારી છે. (૩)
ટા—તે વેલડી સ` સંવરરૂપ ફળે કરી ફળતી છે, અનુભવરસે મિલતી છે, નિષણ
શબ્દા—સવ = કુલ, બધા. સંવર = આડા દ્વારબંધ. ફળ = તે રૂપ પરિણામ. ફલતી = ફળ ધારણ કરનારી. અનુભવ = અનુભાવ, experience. મલતી = મળતી. શુદ્ધ = ચોક્કસ. અનેકાંત = એકાંત નહિ, સ્યાદ્વાદ. પ્રમાણે = પ્રમાણ પ્રમાણે, સત્ય જ્ઞાન પ્રમાણે. ભલતી = તત્વરૂપી. સંશય = વહેમ, શંકા, ભ્રમ = આમ હશે કે તેમ તેવી શંકા. તાપ = ગરમી. (૩)
૬૨